ભૂકંપના ત્રણ ઝટકાથી નેપાળ ધ્રૂજ્યુંઃ રિક્ટર સ્કેલ પર ૫.૨ની તીવ્રતા

નેપાળ સહિત ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં આજે સવારે એક પછી એક એમ ત્રણ ભૂકંપના ઝટકા અનુભવ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૨ની હતી અને તેનું કેન્દ્ર નેપાળનો ઘાદિંગ જિલ્લાનું નોબત તેનું કેન્દ્રબિંદુ હતું. ભૂકંપના કારણે કોઈ પણ જાનમાલને નુકસાન થવાના સમાચાર નથી.

મીડિયા રિપોર્ટ મુજબ આજે સવારે ૬.૨૯ મિનિટે નેપાળ અને તેની સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, તેની તીવ્રતા ૫.૨ની હતી. ત્યાર બાદ ૬.૪૦ વાગ્યે બીજો ઝટકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૮ હતી. ભૂકંપથી કોઈ પણ જાનમાલને નુકસાન થયું નથી.

આ પહેલા રાત્રે ૧.૪૫ વાગ્યે અરુણાચલ પ્રદેશમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટલ સ્કેલ પર ૫.૮ હતી અને ભૂકંપનું કેન્દ્રબિંદુ અરુણાચલનું પશ્ચિમ સિઆંગ હતું. અહીં પણ કોઈ નુકસાનના સમાચાર નથી.

આ પહેલા ૨૫ એપ્રિલ ૨૦૧૫ના રોજ નેપાળમાં ૭.૮ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્ર લામજુંગ હતું. આ ભૂકંપના કારણે નેપાળના ૩૨ જિલ્લા સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયા હતા. લગભગ ૯,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા સાથે ૨૦,૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ભૂકંપના ઝટકા ચીન, ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. આ પહેલા વર્ષ ૧૯૩૪માં આ પ્રકારનો ભૂકંપ આવ્યો હતો. જેમાં લગભગ ૮,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા.

You might also like