નેપાળમાં બસ દુર્ઘટનામાં ૨૪નાં મોતઃ ૪૧ને ઈજા

જજારકોટ: નેપાળના જજારકોટ જિલ્લામાં 200 મીટરની ઊંચાઈએથી એક બસ નીચે ખાબકતાં બસમાં બેઠેલા લોકો પૈકી 24નાં મોત થયાં છે. જ્યારે અન્ય 41ને ઈજા થઈ હતી. અકસ્માતમાં ઘવાયેલા તમામને જજારકોટની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે બસ નંબર એનએ 3 કેએચએ 2279 ખાલંગાથી ખારા તરફ જઈ રહી હતી ત્યારે ગઈ કાલે બપોરે બોહરા ગામ નજીક આ બસ 200 મીટરની ઊંચાઈએથી નીચે ખાબકતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. બસમાં 65થી વધુ લોકો સવાર હતા.

આ અકસ્માત ખાલંગાથી પાંચ કિલોમીટર દૂર સર્જાયો હતો. જિલ્લા પોલીસવડા ભાવેશ રિમલના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ બસમાંથી ડઝન જેટલા મૃતક અને ઘવાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી આ ઘટનામાં મૃત્યુ પામનારા અથવા ઈજાગ્રસ્તો અંગે કોઈ જાણકારી મળી નથી. બનાવ બાદ નેપાળ સેના અને પોલીસે રાહત બચાવ કામગીરી હાથ ધરી હતી.આ અકસ્માત બસની ઓવરસ્પીડના કારણે સર્જાયો હોવાનું જાણવા મળે છે. બનાવ બાદ પોલીસે મતૃકોના મૃતદેહોને પીએમ માટે મોકલી આપ્યા હતા. તેમજ ઘવાયેલા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like