પ્રધાનમંત્રી માદીને નેપાળના PMએ કર્યું ગુજરાતીમાં Tweet!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેપાળ પ્રવાસ દરમિયાન નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલીએ ગુજરાતીમાં ટ્વીટ કરીને પ્રધાનમંત્રી મોદીની યાત્રાને સફલળ ગણાવી. તેમણે PM મોદીની માતૃભાષા ગુજરાતી, અંગ્રેજી અને નેપાળમાં ટ્વીટ કરીને કહ્યુ કે, ”મને આશા છે કે ભવિષ્યમાં બંને દેશોની પરસ્પરની સમસ્યાઓ ઉકેલ લાવી દેવામાં આવશે.” તેમણે આગામી સમયમાં ભારત અને નેપાળ વચ્ચે સારા સંબંધોની આશા પણ દેખાડી હતી..

નેપાળના પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ કે, ”ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેપાળના સફળ પ્રવાસ પછી હું અને PM મોદીજી આગામી સમયમાં બંને દેશોની વચ્ચેના જરૂરી મુદ્દાઓનું ચોક્કસ સમયમાં ઉકેલ લાવી દઇશું. આ સાથે જ આશા છે કે, નેપાળ અને ભારતની વચ્ચેના સંબંધો વધારે મજબૂત થશે.” તમને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી મોદીની 2 દિવસની નેપાળ યાત્રામાં બંને દેશોની વચ્ચેની ઐતિહાસિક સંબંધોઓનો ઉલ્લેખ કર્યો હતો.

તમને જણાવી દઇએ કે, PMએ કાઠમાંડૂમાં પોતાના એક સંબોધનમાં નેપાળને ક્રિકેટ સાથે કનેક્ટ કરીને એક ઇમોશનલ સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો, તેમણે કહ્યુ કે, ‘હમ સબકા સાથ સબા વિકાસ’ કરવામાં વિશ્વાસ કરીએ છીએ અને આ જ કારણથી દુનિયાને એક સાથે લઇને આગળ વધવા ઇચ્છીએ છીએ. તમને જણાવી દઇએ કે, નેપાળમાં ઓલી સરાકર બન્યા પછી નેપાળ અને ચીનની નિકટતાની ચર્ચા ચાલી રહી છે.

You might also like