પ્રચણ્ડએ આપ્યું PM પદથી રાજીનામું, દેઉવા હશે આગળના PM

નવી દિલ્હી: નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમળ દાહાલ પ્રચણ્ડએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સ્થાનિક માહિતી અનુસાર સાંજે 4 વાગ્યે આશરે પ્રધાનમંત્રી પ્રચણ્ડએ પોતાના રાજીનામાની જાહેરાત કરી. એમને પોતાનંુ રાજીનામું રાષ્ટ્રપતિ બિધા દેવી ભંડારીને સોંપી દીધું છે.

જણાવી દઇએ કે પ્રચંડએ મંત્રીમંડળ સહયોગિયોને સૂચિત કર્યું છે કે એ નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબા માટે આગળના પ્રધાનમંત્રીનો રસ્તો સાફ કરવા માટે રાજીનામું આપશે. તો બીજી બાજુ નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા કે.પી.ઓલીએ સંસદમાં કહ્યું કે પ્રધાનમંત્રી સ્થાનિક ચૂંટણી આવી રહી છે ને રાજીનામું આપી શકે નહીં. 14 જૂને બીજા તબક્કાની ચૂંચટણી પૂરી થવા સુધી તેમને પદ પર રહેવું જોઇએ.

સંસદ અધ્યક્ષ ઓનસારી ધરતી દ્વાર બોલાવવામાં આવેલી પ્રચંડ, ઓલી અને દેઉબાની બેઠકમાં કોઇ રસ્તો નિકળી શક્યો નહીં. કારણ કે ઓલી પોતાના વલણ પણ જ રહ્યા હતા. સંસદની બેઠક બુધવારે સવારે 11 વાગ્યે શરૂ થવાની છે અને પ્રચંડએ સંસદની બેઠક શરૂ થતાં પહેલા ઉચ્ચ નેતાઓની બેઠક બોલાવી છે.

તમને જણાવી દઇએ કે પ્રચંડનું પ્રસ્તાવિત રાજીનામું ગત વર્ષ ઓગસ્ટમાં થયેલા એક કરારનો ભાગ હતો. જે હેઠળ દેઉબાની મદદથી પ્રચંડની પ્રધાનમંત્રી તરીકેની પસંદગી થઇ હતી. પ્રચંડ અને દેઉબામાં સહમતિ બની હતી કે બંને ફેબ્રુઆરી 2018માં સંસદીય ચૂંટણી થવા સુધી વારાફરથી વારા પ્રધાનમંત્રી પદ સંભાળશે.

http://sambhaavnews.com/

You might also like