નેપાળી વડાપ્રધાન પ્રચંડ પહોંચ્યા ભારત : કાલે મોદી સાથે મુલાકાત

નવી દિલ્હી : નેપાળનાં હાલમાં જ ફરી વખત ચૂંટાયેલા વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ ચાર દિવસની ભારત યાત્રા પર ગુરૂવારે દિલ્હી ખાતે પહોંચ્યા હતા. વિદેશમંત્રાલયનાં પ્રવક્તા વિકાસ સ્વરૂપે ટ્વીટ કરીને જણાવ્યું કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ રાષ્ટ્રીય રાજધાની ખાતે પ્રચંડનું સ્વાગત કર્યું હતું. પ્રચડની સાથે તેની પત્ની સીતા દહલ પણ આવેલા છે. પ્રચંડ ચાર ઓગષ્ટે નેપાળનાં વડાપ્રધાન તરીકે ચુંટાયા છે.

દહલ પોતાનાં ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીનાં આમંત્રણ બાદ અહીં આવ્યા છે. પ્રચંડ અને તેઓનાં પત્ની રાષ્ટ્રપતિ ભવનમાં રહેશે. પ્રચંડ શુક્રવારે વડાપ્રધાન સાથે મુલાકાત કરશે. તે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તથા કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ મુલાકાત કરશે. નેપાળનાં વડાપ્રધાન સાથે આવેલા એક પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રી પ્રકાશ શરણ મહંત અને પરંપરાગત વિકાસ મંત્રી રમેશ લેખકનો સમાવેશ થાય છે. નેપાળનાં સંવિધાનમાં મઘેસી અને જનજાતી સમુદાયોની આકાંક્ષાઓનો સમાવેશ કરવાની આશાઓ સાથે ઓગષ્ટમાં સત્તા સંભળાનારા પ્રચંડ પાસેથી ભારત સાથે સારા અને વ્યાવહારીક સંબંધોની પણ અપેક્ષા રાખવામાં આવે છે.

માનવામાં આવે છે કે ભારતીય નેતૃત્વ નેપાળની નવી સરકારને સંવિધાનમાં ટુંકમાં જ અપેક્ષીત સંશોધન કરવાની મિત્રવત સલાહ આપી શકે છે. જેથી નેપાળમાં સ્થિરતા આવી શકે. ભારતનું સ્પષ્ટરીતે માનવું છે કે સંવિધાનને સર્વસમાવેશી બનાવવાની તેની સલાહ નેપાળની અંદર ચાલી રહેલા સમર્થન અને વિરોધથી પર હશે. આ ભારત અને નેપાળ બંન્નેનાં હિતમાં છે.

You might also like