ભારતની નોટબંધીથી નેપાળમાં 600 કરોડના વેપાર પર સંકટ

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધીના ઐતિહાસિક નિર્ણયથી પડોસી રાષ્ટ્ર નેપાળ પર પણ એની અસર થઇ છે. નોટબંધીની સંકટથી બહાર આવવા માટે નેપાળ સરકાર તરફથી ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ હજુ સુધી કોઇ સકારાત્મક પરિણામ સામે આવ્યું નથી. નેપાળ રાષ્ટ્રીય બેંકના પ્રતિનિધિમંડળની નાણામંત્રાલય અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે વાતચીત થઇ છે.

નેપાળી અધિકારીઓનું કહેવું છે કે ભારત સરકારના નિર્ણયથી નેપાળ સંકટમાં છે. પરંતુ ભારતીય અધિકારી નોટબંધીના મુદાનો ઉકેલવામાં ગંભીર જોવા મળી રહ્યા નથી. ભારતમાં નેપાળના રાજદૂત દીપ ઉપાધ્યાયે કહ્યું કે નેપાળમાં આશરે 600 કરોડનો વેપાર ભારતીય રૂપિયામાં થાય છે. પરંતુ ભારતમાં નોટબંધી બાદ છેલ્લા બે મહિનાથી ભારત તરફથી કોઇ એક રૂપિયો નેપાળ પહોંચ્યો નથી. પરંતુ રિઝર્વ બેન્કે કાઠમાંડૂના અલગ અલગ વિસ્તારોમાં આશરે 100 કરોડ રૂપિયા મોકલ્યા છે.

નેપાળમાં ભારત કરન્સી મોટા પાયે ઉપયોગમાં લાવવામાં આવે છે. જૂની નોટો પર પ્રતિબંધના કારણે નેપાળી નાગરિકોની પાસે રહેલી કરન્સીને બદલાવવા માટે ભારત સરકારની મદદ જોઇએ. ભારતથી જોડાયેલા નેપાળના સીમા પાસેના વિસ્તારોમાં આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત કેશલેસ ટ્રાન્જેકશનને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે નેપાળમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે કોઇ અભિયાન પર ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.

You might also like