નેપાળમાં હિમસ્ખલનઃ એક ટૂરિસ્ટ ગાઈડનું મોત, ડચ ટ્રેકર લાપતા

(એજન્સી) કાઠમંડુ: નેપાળના મનાંગમાં એકાએક હિમસ્ખલન થતાં એક ટૂરિસ્ટ ગાઈડનું મોત થયું છે, જ્યારે હિમસ્ખલનના કારણે એક ડચ ટ્રેકર લાપતા હોવાનું જાણવા મળે છે. હિમસ્ખલનમાં મૃત્યુ પામનાર ટૂરિસ્ટ ગાઈડ સ્થાનિક હોવાનું જણાવાય છે. હિમસ્ખલનની ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને લાપતા થનાર વિદેશી ડચ ટ્રેકરની શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

જોકે આ સમગ્ર ઘટના અંગે હજુ વધુ જાણકારી ઉપલબ્ધ નથી. આજે સવારે નેપાળના મનાંગમાં હિમસ્ખલન થતાં ટૂરિસ્ટ એકાએક ફસાઈ ગયા હતા. એજન્સીઓના જણાવ્યા પ્રમાણે હિમસ્ખલનમાં એક ગાઈડનું મોત થયું છે અને ડચ ટ્રેકર લાપતા છે. આ ડચ ટૂરિસ્ટ ટ્રેકિંગ માટે નેપાળ આવ્યો હતો. હિમસ્ખલનની ઘટના ઘટી ત્યારે આસપાસના વિસ્તારમાં કેટલાય વિદેશી પ્રવાસીઓ ટ્રેકિંગ કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્રના ટોચના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ અભિયાન શરૂ કરી દીધું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે નેપાળમાં શિયાળામાં ટ્રેકિંગ કરવા વિદેશી ટૂરિસ્ટ આવે છે. નેપાળની આવકનો આ મોટો સ્ક્રોથ છે. આ અગાઉ ઓક્ટોબર ૨૦૧૮માં પશ્ચિમ નેપાળના માઉન્ટ ગુર્જાપર થયેલા હિમસ્ખલનમાં નવ પર્વતારોહકનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનાના મૃતકોમાં પાંચ દક્ષિણ કોરિયાઈ પર્વતારોહકોનો સમાવેશ થતો હતો. આ પાંચ પોતાના ટીમ લીડર કિમચાંગ સાથે ટ્રેકિંગ કરી રહ્યા હતા.

કિમ ચાંગ ઓક્સિજન વગર ૮૦૦૦ મીટરથી વધુ ઊંચે આવેલા ૧૪ ‌િશખર સર કરનાર પ્રથમ દક્ષિણ કોરિયાઈ હતી. તેમની ટીમની સાથે સહાયક સ્ટાફ તરીકે ચાર નેપાળી પણ જઈ રહ્યા હતા. ૨૦૧૫માં પણ એક આવી ઘટનામાં ઓછામાં ઓછા ૧૫ પ્રવાસીઓ લાપતા થયા હતા, જે પૈકી ૧૧નાં મૃત્યુ થયાં હતાં.

You might also like