હવે નેપાળ જવા માટે અોળખપત્ર જરૂરી

નવી દિલ્હી: જો તમે નેપાળ જવા કે ત્યાંથી પરત ભારત અાવવાનું િવચારી રહ્યા હો તો તમારી સાથે અાઈડી પ્રૂફ જરૂર રાખજો. બોર્ડર પાર કરતી વખતે અેસઅેસબીના જવાનો સખતાઈથી તેની તપાસ કરી રહ્યા છે. નેપાળી નાગરિકોને પણ ભારતમાં પ્રવેશ કરવા અને અહીંથી પાછા જતી વખતે અોળખપત્ર બતાવવું પડશે. અોળખપત્રની તસવીર પણ સ્પષ્ટ હોવી જોઈઅે.

સર્જિકલ સ્ટ્રાઈક અને ત્યારબાદ સીમા પર ચાલી રહેલા તણાવના સંદર્ભમાં ગુપ્તચર અેજન્સીઅોઅે નેપાળના રસ્તે પાકિસ્તાનના અાતંકવાદીઅોના ભારતમાં પ્રવેશવાની અાશંકા વ્યક્ત કરી છે તેને જોતાં ભારત-નેપાળ સીમા પર સખત પહેરો વધારી દેવાયો છે. બિહારમાં વાલ્મીકિનગર બોર્ડર પર એસએસબીના જવાનો સખત તપાસ બાદ અવરજવર કરવા દે છે. અા દરમિયાન અજાણ્યા કે અસામાન્ય વ્યવહાર કરનારા લોકો પર ખાસ નજર રાખવામાં અાવી છે.

અેસઅેસબી વાલ્મી‌િકનગરના કાર્યવાહક સેના નાયક સંજયકુમાર રજક કહે છે કે ભારત-પાકિસ્તાન સીમા પર અાતંકવાદી ગતિવિધિઅોને જોતાં વાલ્મીકિનગર બોર્ડર િવશેષ સતર્કતા રાખવામાં અાવી રહી છે. અાઈડી પ્રૂફ બતાવવાની અનિવાર્યતા પણ અાનો જ એક ભાગ છે.

નેપાળથી રોજ સેંકડો લોકો કામ સંદર્ભે ભારત અાવે છે. કોઈ દૂધ વેચવા અાવે છે તો કોઈ મજૂરી કરવા. અાવા લોકોને થોડી રાહત છે. રજકે જણાવ્યું કે રોજ બોર્ડર પાર કરનારા લોકોને અમારા જવાનો અોળખે છે. તેથી તેમને થોડી છૂટ અાપવામાં અાવી છે, પરંતુ નવા લોકો માટે ભારત કે નેપાળના નાગરિક હોવાનું પ્રમાણપત્ર જરૂરી છે. બીજી તરફ બોર્ડર ક્રોસ કરનાર વાહનોની સઘન તપાસ પણ ચાલુ છે.

ગુપ્તચર સંસ્થાઅોના એલર્ટ બાદ અેસઅેસબીઅે બોર્ડર પાર કરનારાં પ્રત્યેક દ્વિચક્રી વાહનો અને ફોર વ્હીલરની એન્ટ્રી પણ શરૂ કરી દીધી છે. વાહનોના રજિસ્ટ્રેશન નંબર અને ડ્રાઈ‌િવંગ લાઈસન્સની તપાસ પણ થઈ રહી છે. વાહનમાં રાખવામાં અાવેલા સામાનની પણ તપાસ થઈ રહી છે.

You might also like