નેપાળે 500 અને 2000ની નવી ભારતીય નોટો પર કર્યો બેન

કાઠમાંડૂ: નેપાળે 500 અને 2000 રૂપિયાની નવી ભારતીય નોટોને બેન કરી દીધી છે. નેપાળ રાષ્ટ્ર બેંકએ ગુરુવારે આ નોટોને અનધિકૃત અને ગેરકાયદે જણાવતાં એના ચલણ પર બેન કરી દીધું છે.

ભારત સરકારે કાળાનાણાંને ખતમ કરવા માટે નોટબંધીનો નિર્ણય લીધો હતો. એના હેઠળ 8 નવેમ્બર અડધી રાતથી 500 અને 1000 રૂપિયાની જૂની નોટોને ચલણમાંથી બહાર નિકાળી દીધી. ભારત સરકારે એના બદલામાં 500 અને 2000ની નવી નોટો બહાર પાડી છે. પરંતુ એનઆરબીના પ્રવક્તા નારાયણ પોડેલએ કહ્યું કે ભારતની નવી કરન્લી નોટ નેપાળમાં હજુ કાયદેસર નથી.

નેપાળ રાષ્ટ્ર બેંકએ કહ્યું કે જ્યાં સુધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ નવી ચૂચના આપે નહીં , નવી ભારતીય નોટ એક્સચેન્જ થઇ શકશો નહીં. આવી નોટીફિકેશન બાદ જ વિદેશી નાગરિકોને એક નિશ્વિત માત્રામાં ભારતીય કરન્સી રાખવાની અનુમતિ મળે છે. સૂત્રઓ દ્વારા મળતી માહિતી અનુસાર નેપાળ રાષ્ટ્ર બેંકના પૂર્વ ક્ષેત્ર પ્રમુખ રામી પોદેલએ જણાવ્યું કે નવી ભારતીય નોટ ગેરકાનૂની માનવામાં આવી રહી છે અે જ્યાં સુધી ભારત તરફથી કોઇ સગવડ નહીં કરાય ત્યાં સુધી એક્સચેન્જ થશે નહીં.

ભારતમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ થવાની સીધી અસર નેપાળના કેસિનો પર પડી છે. નેપાળના કસિનોમાં ફક્ત ભારતીય નોટો ચાલવાને કારણે હાલમાં કેસિનો બંધ કરી દેવામાં આવ્યા છે.

નેપાળના કસિનોમાં 10 ટકા લોકો ભારતીઓ જ આવે છે. કેસિનોમાં ભારતીય નોટ સત્તાવાર ચાલે છે. 500 અને 1000 રૂપિયાની નોટ અડધી રાતે બંધ થઇ જવાના કારણે કેસિનો સંચાલકે કેસિનો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

જણાવી દઇએ કે હાલમાં કાઠમાંડૂમાં કુલ 7 અને બીજા શહેરોમાં 9 કેસિનો સંચાલનમાં છે. નેપાળના કેસિનોમાંથી ખઓટી નોટોના કારોબારથી લઇને કાળાનાણાંને સફેદ બનાવવા અને હવાલા દ્વારા ભારતમાં પૈસા મોકલવાનો વધારે ઉપયોગ થતો હોવાની વાત જગજાહેર છે.

visit: www.sambhaavnews.com

You might also like