રાજનાથ સિંહ નેપાળના ડેપ્યુ.પીએમને મળીને બોર્ડરની સ્થિતિ પર કરી ચર્ચા

નવી દિલ્હી: નેપાળના ઉપ-પ્રધાનમંત્રી બિમલેન્દ્ર નિધિને ગુરુવારે ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન ભારત-નેપાળ સીમા પર તાજેતરમાં થયેલા ટકરાવ બાદ બનેલી સ્થિતિ પર ચર્ચા કરી. રાજનાથ સિંહે ભારત-નેપાળ સ્થિત સીમાની પાસે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લ્માં એક નેપાળી વ્યક્તિના મૃત્યુ પર દુખ વ્યક્ત કર્યું હતું.

ગૃહમંત્રીએ કહ્યું કે ભારત આ પૂરી ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવશે અને આ બાબતની સચ્ચાઇ શોધવા નેપાળના સમકક્ષીયને પણ એમાં રાખશે. રાજનાથે આગળ કહ્યું કે કોઇ ઘટના બને છે તો એને બંને દેશોના પ્રતિનિધિઓ તરફથી સંયુક્ત નિરીક્ષણ અને તપાસ દ્વારા પતાવવી જોઇએ.

રાજનાથે કહ્યું કે સીમા પર બંને દેશો તરફથી રક્ષા કરતાં જવાનો સશસ્ત્ર સીમા બળ અને નેપાળના આર્મ્ડ પોલીસ ફોર્સની વચ્ચે નિયમિત રૂપે બેઠક થવી જોઇએ. રાજનાથે બિમલેન્દ્ર નિધિ જે નેપાળના ગૃહમંત્રી પણ છે એમણે કહ્યું કે બંને દેશો વચ્ચે સુરક્ષા અને સીમા સહયોગ સહીત દરેક ક્ષેત્રોમાં મિત્રો અને ઘર જેવો સંબંધ હોવો જોઇએ.

http://sambhaavnews.com/

You might also like