પાટા પર આવી રહી છે નેપાળની અર્થવ્યવસ્થા- IMF

વોશિંગ્ટન:  આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) એ જણાવ્યું છે કે વર્ષ 2015માં ભુકંપના કારણે અસર પામેલી નેપાળની અર્થવ્યવસ્થા અને વ્યાપાર પાટા પર આવી રહ્યા છે. દેશમાં વર્ષ 2015માં આવેલા ભુકંપને કારણે અર્થવ્યવસ્થા અને વ્યાપર પર અસર થઈ હતી.

IMFપોતાના વાર્ષિક રીપોર્ટમાં નેપાળ વિશે વાત કરતાં જણાવ્યું કે વર્ષ 2016-17માં વૃધ્ધી દર 5.5 ટકા રહેશે તેવુ અનુમાન છે સાથે મુદ્રાસ્ફીતિ કેન્દ્રીય બેંક ના 2017ના મધ્યના લક્ષ્ય 7.5 ટકાથી ઓછી રહેવાની સંભાવના છે.

રિપોર્ટ અનુસાર ‘નેપાળમાં વર્ષ 2015માં આવેલા ભુકંપથી અર્થવ્યવસ્થા અને વ્યાપારમાં અવરોધો આવ્યા, પરંતુ હવે અર્થવ્યવસ્થા પાટા પર આવી રહી છે. ચોમાસુ સારું રહેશે તો નબળી મૌદ્રીક નીતિથી આર્થિક ગતીવિધિઓને સામાન્ય થવામાં મદદરૂપ થશે

IMF એ જણાવ્યું કે ફુગાવો ધટી રહ્યો છે. જેનું કારણ પાછળના વર્ષે થયેલા વ્યાપારમાં આવેલા અવરોધોના કારણે તુલનાત્મક આધાર વઘારે હોવાનું મનાઈ રહ્યું છે. તેમ છતાં તે ભારતની મોંઘવારી દરથી વધુ રહેશે. રિપોર્ટના અનુસાર આ ઉપરાંત પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં નબળી મૌદ્રીક નીતિ તથા સરકારના ખર્ચાઓમાં વઘારાથી આર્થિક વૃધ્ધીદર 2016-17માં 5.5 ટકા રહેશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

You might also like