નેપાળમાં ભારતીય ચેનલોનું પ્રસારણ બંધ

કાઠમાંડૂ: ભારત વચ્ચે તણાવ વધતો જાય છે. નેપાળમાં બધી ભારતીય ચેનલો બંધ કરી દેવામાં આવી છે. આ પહેલાં જાણવા મળ્યું હતું કે નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)એ શનિવારે ભારતીય દૂતાવાસમાં એક ગાડીને આગ ચાંપી દીધી હતી. નેપાળી એપીએફ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવેલા એસએસબી 13 જવાનોને છોડી મુકવામાં આવ્યા છે.

આઇજી દિપક કુમારે જણાવ્યું હતું કે 13 જવાનોને નેપાળની પોલીસે ધરપકડમાં લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે એસએસબીના જવાન ડીઝલની તસ્કરી કરનારાઓને પકડવનો પ્રયત્ન કરી રહ્યા હતા. પીછો કરતી વખતે નેપાળી નાગરિકોએ તેમને પકડીને એસએસપીના હવાલે કરી દીધા હતા.

નેપાળ અને ભારત બોર્ડ કેટલાક મહિનાઓથી નાકેબંધી ચાલી રહી છે. બંને દેશોની બોર્ડરને મધેસિયોએ બંધ કરી દીધી છે. મધેસિયોનો આરોપ છે કે નવા સંવિધાન હેઠળ તેમને વેર-વિખેર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. નેપાળ સરકારે આરોપ લગાવ્યો છે ભારત દ્વારા રાહ મળતાં મધેસિયો આંદોલન કરી રહ્યાં છે જેના લીધે લોકોને લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળવામાં સમસ્યા થઇ રહી છે.

આ પહેલાં પણ નાકાબંધીના વિરોધમાં નેપાળમાં કેબલ ઓપરેટર્સે 40થી વધુ ચેનલોને બ્લોક કરી દીધી હતી. નેપાળના માઓવાદી દળ ભારતીય ફિલ્મોનો વિરોધ કરતા રહ્યાં છે. નેપાળ કેબલ ઓપરેટર્સના અધ્યક્ષે કહ્યું હતું કે આ નાકાબંધી અનિશ્વિતકાળ સુધી રહેશે. કાઠમાંડૂના સિનેમા હોલોમાં ભારતીય ફિલ્મોને પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મધેસિયોના આંદોલન દરમિયાન પોલીસ સાથે થયેલા ટકરાવમાં અત્યાર સુધી 50 લોકોના મોત નિપજ્યાં છે.

You might also like