ઇમરજન્સી પર બની રહેલી ફિલ્માં સંજય ગાંધી બનશે નીલ નિતિન મુકેશ

મુંબઇઃ મધુર ભંડારકરની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘ઇંદુ સરકાર’માં નીલ નિતિન મુકેશના રોલને લઇને અનેક પ્રકારના ક્યાસ લગાવવામાં આવી રહ્યાં છે. પરંતુ હવે તે પાકુ થઇ ગયું છે કે આ ફિલ્મ 1975ની ઇમરજન્સી પર આધારિત છે. આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીનો રોલ સુપ્રિયા વિનોદ કરી રહી છે. આ ફિલ્મ નીલના કરિયર માટે સૌથી મહત્વની સાબિત થશે.

ફિલ્મ વિશે નીલ કે મધુર તરફથી કોઇ જ બાબત જાણવા મળી નથી. પરંતુ આ ફોટોથી સ્પષ્ટ સાબીત થાય છે કે નીલ સંજયનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે સમયના રાજનીતિક વિવાદોને આજની પેઢીને રૂમરૂ કરાવવામાં આવશે. હાલ તો અંદાજો જ લગાવી આવી રહ્યો છે. ફિલ્મ વિશે વધારે કોઇ જ માહિતી સામે આવી નથી.

વર્ષ 1975માં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લાગુ કરી હતી. જે 21 દિવસ ચાલી હતી. ફિલ્મમાં નીલ અને સુપ્રિયા સિવાય કીર્તિ કુલ્હારી, ટોટા રોય ચોધરી પણ છે. સંગીતની વાત કરીએ તો અનુ મલિક અને બપ્પી લહેરી પહેલી વખત કોઇ ફિલ્મનું સંગીત આપવા સાથે આવી રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ દિલ્હી, મુંબઇ અને પૂણેમાં થઇ રહ્યું છે. 45 દિવસમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like