પડોશી દેશ ભૂતાનમાં પેટ્રોલ ૨૨ રૂપિયા સસ્તું મળે છે

નવી દિલ્હી: ભારતમાં એક બાજુ પેટ્રોલ-ડીઝલની કિંમત તો સતત વધી રહી છે તો બીજી બાજુ એક પડોશી દેશમાં પેટ્રોલ માત્ર રૂ. ૨૨ પ્રતિ લિટર સસ્તું મળે છે. આ દેશમાં જેટલા પણ પેટ્રોલ પમ્પ છે તેનું સંચાલન ભારતીય કંપનીઓ કરે છે અને પેટ્રોલ-ડીઝલનો પુરવઠો પણ ભારત જ આપે છે. આ દેશમાં ભારતીયો માટે પણ સરહદનું કોઈ બંધન નથી અને તેઓ સરળતાથી ત્યાં જઈને પોતાની ગાડીની ટેન્ક ફૂલ કરાવી શકે છે.

સીમા પાર માત્ર ૫૦૦ મીટરના અંતરે આ પેટ્રોલ પંપ આવેલા છે. જેને ભારતીય ઓઈલ કંપનીઓ ઓપરેટ કરે છે. હવે તમે આ દેશનું નામ જાણવા ઈચ્છતા હશો તો તમને જણાવી દઈએ કે આ દેશ ભૂતાન છે જ્યાં નેપાળની જેમ ભારતીયોની અવરજવર પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી.

ભૂતાનની કરન્સી ભારતીય રૂપિયાની બરાબર છે. એટલા માટે તમે તેનાથી પેટ્રોલ ખરીદી શકો છો. આસામના બક્ષા જિલ્લાના લોકો નેશનલ હાઈવે ૧૨૭ ઈના રસ્તે થઈને ભૂતાનના સેમડ્રપ જોગખાર પહોંચી જાય છે અને પેટ્રોલ-ડીઝલ કોઈ પણ જાતના ટેક્સ કે ચેકિંગ વગર લઈને આવે છે. ભારત જ ભૂતાનને પેટ્રોલ મોકલે છે. બક્ષામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ. ૭૬ છે. જ્યારે ભૂતાનમાં આ માટે રૂ. ૫૨ ખર્ચવા પડે છે. આ માટે બહુ દૂર જવું પડતું નથી.

You might also like