નહેરુનગરના પાથરણાંવાળાને રિવરફ્રન્ટ પર જગ્યા ફાળવવા હાઈકોર્ટનો અાદેશ

અમદાવાદઃ શહેરના સેટેલાઈટ રોડ પર નહેરુનગર પાસે અાવેલા પાથરણાં બજારને હટાવવાના મામલે હાઈકોર્ટે ચુકાદો અાપ્યો છે. જે પાથરણાંવાળાઅો વર્ષોથી ત્યાં વેચાણ માટે બેસતા હોય તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પુરાવા અાપવા અાદેશ કર્યો છે. અા પુરાવાઅોની ચકાસણી કરીને પાથરણાંવાળાઅોને અોળખપત્ર અાપીને રિવરફ્રન્ટ પર વૈકલ્પિક જગ્યા ફાળવવા મ્યુનિસિપલ કોર્પોરેશનને અાદેશ કર્યો છે.

નહેરુનગર ફૂટપાથ પર બેસતા પાથરણાં બજારવાળાઅોને વૈકલ્પિક વ્યવસ્થા અાપવા બાબતે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. કોર્પોરેશને હાઈકોર્ટમાં સોગંદનામુ કરી ૧૫૮ પાથરણાંવાળાઅોને વૈકલ્પિક વ્યવસ્થા અાપવાની બાંયેધરી અાપી હતી. રિવરફ્રન્ટ પાસે સાંજે પાથરણાંવાળાને બેસવા માટે જગ્યા ફાળવાશે. કોર્ટે કોર્પોરેશનને નિર્દેશ કર્યો હતો કે જેમની પાસે પાથરણાંની એક કરતા વધુ જગ્યા હોય તેમને વૈકલ્પિક વ્યવસ્થામાંથી બાકાત રાખવામાં અાવશે. નહેરુનગર દેવીપૂજક સંગઠન દ્વારા જાહેર હિતની અરજી કરવામાં અાવી હતી.

You might also like