નેતાજી સાથે જોડાયેલી 100 ફાઇલો રજૂ કરાઇ, પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું

નવી દિલ્હી: સુભાષચંદ્ર બોઝ સાથે જોડાયેલી સિક્રેટ ફાઇલોને પીએમ મોદીએ આજે જાહેર કરી દીધી છે. બોઝ ફેમિલીની હાજરમાં નરેન્દ્ર મોદીએ તેને જાહેર કરી હતી. હોમ મિનિસ્ટ્રીની ટોપ સિક્રેટ રહેલી 1976ની ફાઇલ ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ: પ્રપોઝલ ઓફ એમ્બેસી’ પણ સામે આવી છે. જેમાં આઇબી સાથે જોડાયેલી નોટિંગ્સ પણ સામેલ છે. 205 પાનાની આ ફાઇલમાં એવું કહેવામાં આવ્યું છે કે નેતાજીને રશિયા બ્રિટનની ઇન્ટેલિજન્સ એજન્સી એમઆઇ-6ના એજન્ટ માનવામાં આવતા હતા. પીએમ મોદીએ નેતાજી પર એક પોર્ટલ પણ લોન્ચ કર્યું છે. ત્યારે આજે 100 ફાઇલો રજૂ કરવામાં આવી છે. તો આવો જાણીએ કે આ ફાઇલો દ્વારા કયા ખુલાસાઓ થયા છે..

– નેતાજીની પુત્રીને 1964માં કોંગ્રેસ તરફથી દર મહિને 6000 રૂપિયા પેન્શન મળતું હતું. 1964માં નેતાજીની પુત્રીના લગ્ન થયા ત્યાર સુધી તેને પેન્શન મળતું રહ્યું.

– નેતાજીએ પોતાની પત્ની એમિલી પાસેથી કોઇ પણ પ્રકારની મદદ લેવાની મનાઇ કરી હતી.

– તાઇવાન સરકાર પાસે પ્લેન ક્રેશનો કોઇ રેકોર્ડ નહોતો.

– મોસ્કોના છાપામાં છપાયેલા એક આર્ટિકલમાં નેતાજી અને બ્રિટિશ ઇન્ટેલિજેન્સ એજન્સી એમઆઇ-6 વચ્ચે કોઇ સંબંધ હોવાની વાત કરવામાં આવી છે.

– આ આર્ટિકલમાં નેતાજીને ઇન્ટેલિજન્સ એજન્સી એમઆઇ-6ના એજન્ટ દેખાડવામાં આવ્યા છે.

– જાપાનના રંકોજી મંદિરમાં રાખવામાં આવેલી નેતાજીની અસ્થિઓને લઇને પણ ભ્રમ ફેલાયો હોવાની વાત સામે આવી છે.

– નેતાજીના ડેથ સર્ટિફિકેટ ઉપર પણ સવાલો ઉઠ્યાં હતા.

ફાઇલ ‘વિડો એન્ડ ડોટર ઓફ શ્રી સુભાષચંદ્ર બોઝ’માં શું માહિતી છે?

– 21 પાનાની આ ફાઇલમાં વર્ષ 1956થી લઇને 1971 સુધીનો રેકોર્ડ છે.
– ટેલિગ્રામ બાદ અનિતાનું પેન્શન બંધ થયું હતું. 7 જુલાઇ 1965માં વિએનાથી વિદેશ મંત્રાલયને સિક્રેટ ટેલિગ્રામ કરીને અનિતા બોઝના લગ્ન વિશે જાણકારી આપવામાં આવી હતી.
– 26 ફેબ્રુઆરી 1966ના રોજ ઇન્દિરા ગાંધીએ પત્ર લખ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે, ‘હું અનિતાને ફરીથી મળવા માગું છું. પરંતુ મને લાગે છે કે મારા યુએસ પ્રવાસ દરમિયાન શિડ્યુલ એવો છે કે તેને મળવું મુશ્કેલ છે. ‘

You might also like