અભિનયની એક્સપાયરી ડેટ નહિઃ નેહા શર્મા

બોલિવૂડમાં નેહા શર્માની કરિયરની ગાડી સુસ્ત અને ધીમી હોવા છતાં ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાને લઇ તેનો ઉત્સાહ જરાય ઘટ્યો નથી. તેની છેલ્લી ફિલ્મ ‘તુમ બિન-ર’ ન ચાલવા પર પણ નેહા કહે છે, આ ફિલ્મથી અમને બહુ અપેક્ષાઓ હતી અને જ્યારે બધું તમારી યોજનાને અનુરૂપ પૂર્ણ ન થાય તો તમને સો ટકા નિરાશા થાય છે, પરંતુ હું જૂની વાતોને મારી સાથે લઇને આગળ વધતી નથી. હવે હું નવી વસ્તુઓ પર ધ્યાન આપી રહી છું. સફળતા અને નિષ્ફળતા જીવનના ભાગ છે અને આપણે એ બંને માટે તૈયાર રહેવું જોઇએ, તેનાથી કોઇ પણ વસ્તુની તમારા પર જરૂર કરતાં વધુ અસર ન થવી જોઇએ.

નેહા કહે છે, મારી કરિયરના આ મોડ પર હું માત્ર કામ કરવા ઇચ્છું છું. મારી પાસે હજુ ઘણા રોચક પ્રોજેક્ટ છે, પરંતુ તે અંગે વધુ ખુલાસો ન કરી શકું. ઉંમર અને અભિનય અંગે વાત કરતાં તે કહે છે, અમે હીરોઇન છીએ, કોઇ પ્રોડક્ટ નહિ, એક્ટિંગની પણ કોઇ એક્સપાયરી ડેટ હોતી નથી. આજે કેટલીયે અભિનેત્રીઓ વધતી ઉંમરમાં એક્ટિંગ કરી રહી છે. તેમણે ઘણીવાર એ ભ્રમને તોડ્યો છે કે મોટી ઉંમરની અભિનેત્રીઓને કામ મળતું નથી. •

You might also like