લગ્ન બાદ નેહા ધૂપિયાએ કરાવ્યુ બોલ્ડ ફોટોશુટ…..

થોડા સમય પહેલા બોલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ પોતાના બોયફ્રેન્ડ અને એક્ટર અંગદ બેદી સાથે લગ્ન કરી પોતાના ફેન્સને સરપ્રાઈઝ કરી દિધા છે. હવે તેણે લેટેસ્ટ બોલ્ડ ફોટોશુટ કરાવીને સૌ કોઈને હેરાન કરી દિધા છે.

લગ્ન બાદ નેહાનું આ પહેલુ ફોટશુટ છે જે તેણે મેગેઝીન ફોટોશુટ માટે કરાવ્યુ છે. તેની આ તસવીરો મેંક્સીને પોતાના ઈસ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરી છે. અત્યાર સુધીમાં તેની ત્રણ તસવીરો પોસ્ટ કરી છે. ત્રણેયમાં તે ઘણી હોટ અને સુંદર દેખાઈ રહી છે.

પહેલી તસવીરમાં નેહા બાથટબમાં તો બીજી તસવીરમાં તે બ્લેક ડ્રેસમાં ખુબ જ હોટ દેખાઈ રહી છે. આ ઉપરાંત મેગેઝીનના કવર ફોટો પર નેહા લાલ રંગની લોન્જરી અને હાથમાં વાઈન ના ગ્લાસ સાથે નજરે પડી રહી છે.

મેગેઝીને નેહાને ‘ફિયરલેસ નેહા ધૂપિયા’ સાથે ટેગ કરી છે. મેગેઝીન અનુસાર, નેહાએ કહ્યુ કે, ‘એક વાર હુ કોઈ વસ્તુ માટે પોતાનુ માઈન્ડ મેકઅપ કરી લઉ છુ તો તેમાં ડુબકી લગાવી લઉ છુ અને જઉ છુ કે લાઈફ મને ક્યા લઈ જાય છે.’

 

You might also like