હું છું ‘બિગ ગર્લ’: નેહા ધૂપિયા

વર્ષ ૨૦૦૨માં મિસ ઇન્ડિયા બ્યુટી ક્વીનનો ખિતાબ મેળવી ચૂકેલી મોડલ અિભનેત્રી નેહા ધૂપિયાઅે પોતાની ૧૩ વર્ષની ફિલ્મી કરિયરમાં ૪૦ ફિલ્મો કરી. એમ ટીવી રોડિઝમાં સૌથી લોકપ્રિય કન્ટેસ્ટન્ટ બનીને ઊભરી રહેલી નેહા હવે નિર્માત્રી બની ચૂકી છે. બિગ ગર્લ પ્રોડક્શનથી તેણે પ્રોડક્શનમાં પગ મૂક્યો છે. ‘સાવન’ અેપ પર પોતાનો એક ચેટ શો કરી ચૂકેલી નેહાઅે પોતાના પહેલા શો દ્વારા યુવાનો અને એનઅારઅાઈમાં હંગામો મચાવી દીધો છે.

પોતાના પ્રોડક્શન હાઉસનું નામ બિગ ગર્લ શા માટે રાખ્યું તે અંગે વાત કરતાં કહે છે કે મારા પિતા ઇન્ડિયન નેવીમાં કમાન્ડર રહી ચૂક્યા છે. મારો જન્મ કેરળમાં થયો હતો.  હું મારા પિતાની ખૂબ જ લાડકી હતી. તે અોફિસથી ઘરે અાવીને મને પ્રેમથી મને બિગ ગર્લ કહેતા. મારા પિતાઅે અાપેલું નામ મેં મારા પ્રોડક્શન હાઉસ માટે પસંદ કર્યું. પ્રોડક્શન શરૂ કરવાનું કારણ જણાવતાં તે કહે છે કે કયામત મારી પહેલી ડેબ્યૂ ફિલ્મ હતી, જે ૨૦૦૩માં રિલીઝ થઈ.

ત્યારબાદ હું ફિલ્મોમાં વ્યસ્ત થતી ગઈ. ફિલ્મોમાં અભિનય કરવાનું એક ઝનૂન હોય છે. કેટલીક ફિલ્મો ચાલી તો કેટલીક ના ચાલી, પરંતુ અભિનયનો નશો ક્યારેય ના ઊતર્યો. ૧૩ વર્ષની અભિનય કાર‌િકર્દીમાં મેં ૪૦ ફિલ્મો કરી. છેલ્લા થોડા વખતથી કંઈક અલગ કરવાની ચાહત હતી. તેથી મેં પ્રોડક્શન શરૂ કર્યું અને સાવન અેપવાળાઅે મને સહયોગ કર્યો. •
visit : www.sambhaavnews.com

You might also like