એક વર્ષમાં ઈન્સ્યોરન્સ સેક્ટરના આવેલા પાંચ IPOમાંથી ત્રણમાં નેગેટિવ રિટર્ન

અમદાવાદ: ગઇ કાલે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના આઇપીઓનું લિસ્ટિંગ થયું હતું. લિસ્ટિંગ નિરાશાજનક રહ્યું હતું. નવ ટકાના ઘટાડે ગઇ કાલે શેર બંધ થયો હતો, જોકે છેલ્લા પાંચ ઇન્સ્યોરન્સ કંપનીના આવેલા આઇપીઓમાંથી હાલ ત્રણમાં નેગેટિવ રિટર્ન છૂટી રહ્યું છે.

ખાસ કરીને એસબીઆઇ લાઇફ ઇન્સ્ટોરન્સનો આઇપીઓ ઓક્ટોબરમાં લિસ્ટ થયો હતો. ૭૦૦ના ભાવે કંપનીએ શેર ઈશ્યુ કર્યો હતો જે હાલ ૪.૯૧ ટકાના ઘટાડે ટ્રેડિંગમાં જોવા મળી રહ્યો છે. એ જ પ્રમાણે જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના આઇપીઓમાં હાલ ૧૧ ટકા નેગેટિવ રિટર્ન છૂટી રહ્યું છે, જોકે આઇસીઆઇસીઆઇ પ્રૂડેન્શિયલ કંપનીના આઇપીઓ સપ્ટેમ્બર ૨૦૧૬માં લિસ્ટ થયો હતો.

કંપનીએ ૩૩૪ના મથાળે શેર ઈશ્યૂ કર્યો હતો, જેનો ભાવ હાલ ૩૭૪ના મથાળે જોવા મળી રહ્યો છે. આમ હાલ આ શેરમાં રોકાણકારને માત્ર ૧૨ ટકા જેટલું પોઝિટિવ રિટર્ન મળ્યું છે.

એ જ પ્રમાણે એક વર્ષ બાદ આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડનો આઇપીઓ સપ્ટેમ્બર ૨૦૧૭માં લિસ્ટ થયો હતો. શેર ૧૬૧ના ભાવે કંપનીએ ઇશ્યૂ કર્યો હતો, જેમાં હાલ રોકાણકારને ૩.૭૬ ટકાનું સકારાત્મક રિટર્ન મળી રહ્યું છે.

You might also like