વૈશ્વિક બજારમાં સળંગ ત્રીજા વર્ષે સોનામાં નેગેટિવ રિટર્ન

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વે ૦.૨૫ ટકા વ્યાદમાં દરમાં વધારો કર્યા બાદ વૈશ્વિક સોનાના ભાવ નરમ પડી રહ્યા છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૫માં વૈશ્વિક સોનાના ભાવમાં નવ ટકાનો ઘટાડો નોંધાયો છે. સળંગ ત્રીજું કેલેન્ડર વર્ષ છે કે જેમાં વૈશ્વિક સોનાના ભાવ તૂટી રહ્યા છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ડોલરની ધીમી મજબુતાઈએ રોકાણકારોએ સોનામાં રોકાણ હળવું કરતાં સોનાના ભાવ ઘટ્યા છે. તો બીજી બાજુ રોકાણકારોને પણ સોનામાં રિટર્ન નહીં મળતું હોવાને કારણે સોનાનું આકર્ષણ ઘટ્યું છે.

બીજી બાજુ ચીનની આર્થિક મંદીના કારણે માંગમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે એટલું જ નહીં ભારત સરકારે પણ વિવિધ ગોલ્ડ સ્કીમો જાહેર કરાતા સોનાની માંગમાં ઘટાડો થાય તેવા સેન્ટીમેન્ટ પાછળ વૈશ્વિક સોનાના ભાવ તૂટી રહ્યા છે.

You might also like