ફેડ દ્વારા વ્યાજદર વધારાતાં શેરબજારમાં નેગે‌િટવ અસર

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ઘટાડે ખૂલ્યું હતું. વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલી વેચવાલી તથા યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ૦.રપ ટકાનો વધારો કરતાં સ્થાનિક શેરબજાર પર તેની નેગે‌િટવ અસર જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૦૬ પોઇન્ટના ઘટાડે ૩પ,૬૩ર જ્યારે એનએસઇ નિફ્ટી ૩૪ પોઇન્ટના ઘટાડે ૧૦,૮રર પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

બેન્ક, આઇટી, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે મેટલ સેક્ટરમાં નીચા મથાળે ખરીદી નોંધાઇ હતી. આજે શરૂઆતે ભારતી એરટેલ, ડો.રેડ્ડી લેબ, સન ફાર્મા, ઓએનજીસી, એચડીએફસી બેન્કના શેરમાં ૦.૪૩થી ૧.પ૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો તો બીજી બાજુ વિપ્રો, ટીસીએસ, એ‌િક્સસ બેન્ક, એનટીપીસી, રિલાયન્સ કંપનીના શેર ૧ ટકા સુધી તૂટ્યા હતા. સ્મોલકેપ અને મિડકેપ સેકટરના શેરમાં પણ વેચવાલી જોવા મળી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૧૦ ટકા જ્યારે મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૧ર ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આવતી કાલે બાયબેકના નિર્ણય પૂર્વે TCS શેર ડાઉન
દેશની અગ્રણી સોફટવેર કંપની ટીસીએસ આવતી કાલ મળનારી બોર્ડ બેઠકમાં શેર બાયબેકની દરખાસ્ત અંગે વિચારણા કરવામાં આવશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ૧૮૦૦થી રર૦૦ની વચ્ચે કંપની શેર બાયબેક કરી શકે છે. બાયબેકની યોજના પૂર્વે આજે શરૂઆતે ટીસીએસ કંપનીના શેરમાં નરમાઇની ચાલ જોવા મળી હતી. આજે શરૂઆતે કંપનીનો શેર ૦.૬૭ ટકાનો ઘટાડો નોંધાઇ ૧૮૧રની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી રહ્યો હતો.

એશિયાઈ બજાર ડાઉન ખૂલ્યાં
આજે શરૂઆતે મોટા ભાગનાં એશિયાઇ બજાર ડાઉન ખૂલ્યાં હતાં. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરાતાં યુએસ સહિત એશિયાઇ બજાર નીચા ગેપથી ખૂલ્યાં હતાં. હેંગસેગ શેર બજાર ઇન્ડેક્સ રર૩ પોઇન્ટના ઘટાડે ૩૦,પ૦૦ની નજીક જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ પણ ૧૦૬ પોઇન્ટ તૂટ્યો હતો. તાઇવાન, કોસ્પી અને શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સ ‌નેગે‌િટવ ખૂલ્યા હતા.

You might also like