NEET અધ્યાદેશ પર દખલ કરવાથી અરાજકતા ફેલાઇ શકે : સુપ્રીમ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુરૂવારે NEET અધ્યદેશની વિરુદ્ધ સ્ટે ઓર્ડર આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આ અધ્યાદેશ રાજ્યોને MBBS અને BDS કોર્સીઝમાં દાખલ થવા માટે અલગથી એન્ટ્રેસ આપવાની પરવાનગી આપે છે. જો કે સુપ્રીમ કોર્ટે NEET અધ્યાદેશ મુદ્દે સરકારનાં વલણ અંગે પોતાનો અણગમો વ્યક્ત કર્યો પરંતુ હાલ આ મુદ્દે દખલ દેવાનો ઇન્કાર કરી દીધો હતો.

નીટ અધ્યાદેશને પટકારતી અજી પર સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ મુદ્દે દખલ કરવા નથી માંગતા કારણે કે તેનાં કારણે અરાજકતા વધશે. આ મુદ્દે વિચાર કરતા જસ્ટિસ દવેએ કહ્યું કે, તમે (કેન્દ્ર સરકારે) જે કર્યું તે યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટનાં ચુકાદા છતા પણ આવું ન કરવું જોઇએ.તમે આવું પગલું શા માટે ભર્યુ આ યોગ્ય નથી.

MBBS અને BDS કોર્સિઝમાં દાખલ થવા માટે રાષ્ટ્રીય સ્તર પર સિંગલ એન્ટરન્સ એક્ઝામ કંડક્ટ કરવાનાં સુપ્રીમ કોર્ટનાં ચુકાદાને NEET અધ્યાદેશ દ્વારા સુપ્રીમ કોર્ટે એક વર્ષ માટે ટાળી દીધો છે. સુપ્રીમ કોર્ટનાં આદેશ અનુસાર NEET પરીક્ષા વર્ષ 2016થી લાગુ થવાની હતી. કેન્દ્રએ શરૂઆતમાં સુપ્રીમ કોર્ટનાં આદેશને માન્યો હતો પરંતુ ત્યતાર બાદ અધ્યાદેશ દ્વારા તેમાં કેટલાક ફેરફાર કરી દીધા હતા.

You might also like