અમદાવાદ : NEETની પ્રથમ ચરણની પરીક્ષા યોજાઇ

અમદાવાદ : મેડિકલ પ્રવેશ માટે પ્રથમ ચરણની NEETની પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો હતો. સમગ્ર રાજ્યમાં વાલી અને વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે NEETની પરીક્ષા લેવાઇ રહી છે. પરીક્ષા કેન્દ્ર પર કોપીકેસના બનાવો ટાળવા ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરાયું છે. તો બીજી તરફ વાલી અને વિદ્યાર્થીઓમાં NEETની પરીક્ષાને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને પેન પણ પરીક્ષાકેન્દ્ર તરફથી આપવામાં આવી હતી. સમગ્ર દેશની મેડિકલ કોલેજમાં એડમિશન માટે નીટની પ્રથમ ચરણની પરીક્ષા યોજવામાં આવી રહી છે. નીટની બીજા તબક્કાની ટેસ્ટ 24 જુલાઇએ લેવાશે અને બંને ચરણના પરીક્ષાનું પરિણામ 17 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે.

You might also like