સુપ્રીમમાં પહોંચ્યો NEETનો મામલો, કેન્દ્રએ કહ્યું- ‘બે તબક્કામાં ટેસ્ટથી થશે પરેશાની’

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરૂવારે દેશની બધી ખાનગી અને સરકારી મેડિકલ કોલેજોમાં એમબીબીએસ અને બીડીએસમાં પ્રવેશ માટે એક કોમ ટેસ્ટ એટલે કે નેશનલ એલિજિબિટી એન્ટ્રંસ ટેસ્ટ (NEET) આ વર્ષથી લાગૂ કરવા મોહર લગાવી છે.પરંતુ શુક્રવારે ફરી એકવાર આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી અને કહ્યું કે બે તબક્કામાં ટેસ્ટથી મુશ્કેલી થશે.

એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું કે લાખો વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ છે, તેમને લાગતું નથી કે તેમની સાથે યોગ્ય થયું હોય. રાજ્યોમાં સ્થાનિક ભાષાઓ અને હિંદીમાં પણ ટેસ્ટ હોય છે, પરંતુ NEET અંગ્રેજીમાં હોય છે. એવામાં વિદ્યાર્થીઓને એમ ન કહી શકાય કે તમે 30 દિવસમાં અંગ્રેજીમાં તૈયારી કરો, કારણ કે હિંદીમાં પેપર નહી આવે.

કેન્દ્રને સલાહ આપતાં કહ્યું કે 24 જુલાઇના રોજ એક સાથે પરીક્ષા યોજાવવાની છે. જો ટેસ્ટ 1 મેના રોજ યોજાઇ છે તો હિંદી અને ઇગ્લિંશમાં હોવી જોઇએ. 24 જુલાઇના રોજ ટેસ્ટ અંગ્રેજી અને 6 સ્થાનિક ભાષામાં હોવી જોઇએ. કેન્દ્રએ કહ્યું કે જો ટેસ્ટ રાજ્યોમાં ચાલી રહી છે તે ચાલવી જોઇએ. આ મામલે કોર્ટના આદેશમાં ફેરફાર માટે જલદી સુનાવણી કરે.

You might also like