તમારે કેટલા તડકાની જરૂર છે તે ઈલેક્ટ્રોનિક સેન્સર્સવાળો સ્ટ્રેચેબલ પેચ કહેશે

સૂર્યનો કુમળો તડકો શરીર માટે સારો છે તો બીજી તરફ તેનો અતિરેક ત્વચા માટે જોખમકારક પણ છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો વધુ તીવ્ર થઈ ગયાં હોય તો તેવો અાકારો તાપ ત્વચાને બર્ન કરી દે છે, એટલું જ નહીં ‌િસ્કન કેન્સરનું જોખમ પણ વધારે છે. હવે ઈલેક્ટ્રોનિક સેન્સર્સવાળો સ્ટ્રેચેબલ પેચ શોધાયો છે, જે બતાવે છે કે ત્વચા પર અલ્ટ્રાવાયોલેટ કિરણો કેટલું એક્સપોઝર કરે છે. બહાર નીકળતાં પહેલાં અથવા તડકામાં ફરતી વખતે તે કહી અાપે છે કે સીમિતથી વધુ તડકો ત્વચા પર પડી ગયો છે તો તે વખતે તમારે સનસ્ક્રીન લગાવીને સ્કિનને પ્રોટેક્ટ કરવી પડશે. અા પેચ પટ્ટીની જેમ ત્વચા પર ચોંટાડી દેવાનો હોય છે. તે એકદમ ટ્રાન્સપરન્ટ હોય છે, તેથી લગાવ્યા બાદ ખ્યાલ પણ અાવતો નથી.

You might also like