લખનઉના બાપુ ભવનમાં લાગી આગ, મુશ્કેલીથી બચ્યા મંત્રી

લખનઉ: સચિવાલય અને વિધાનસભાની પાસે આવેલા બાપુ ભવનમાં ભયંકર આગ લાગી છે. બાપુ ભવન ઈમારતના 12માં માળે આગ લાગી છે. તેની લપટો ત્રીજા માળ સુધી પહોચી ગઈ હતી. ત્યાર બાદ ઝડપથી ત્યાના કર્મચારીઓને બહાર લાવવામાં આવ્યા હતા. હાલ ત્યા અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો છે. ફાયર સેફ્ટીની ગાડીઓએ આગ પર કાબુ મેળવાનો પ્રયત્ન કરી રહી છે.

આગ લાગી એ સમયે ત્યા રાજ્યમંત્રી મોહસિન રજા પણ હાજર હતા તેમની સાથે અન્યમંત્રીઓને સકુશળ બહાર લાવવામાં આવ્યા છે. બાપુ ભવનમાં મહત્વના વિભાગો  આવેલા છે. હાલ આગ લાગવાના કારણો સામે આવ્યા નથી

You might also like