લેહમાં હિમસ્ખલન બાદ બે જવાનો ગુમ : બચાવ અભિયાન ચાલુ

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરનાં લેહ વિસ્તારમાં હિમસ્ખલન થવાથી આર્મી પેટ્રોલ પાર્ટી ફસાઇ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. લેહનાં ટુરટુકમાં શુક્રવારે સવારે આવેલા હિમસ્ખલનમાં આર્મી પાર્ટી પેટ્રોલમાં બે જવાનો ફસાયા હતા. જે પૈકી એક જવાનને બચાવી લેવામાં આવ્યો છે. જો કે તેની સ્થિહી નાજુક હોવાનુ ડોક્ટરની ટીમ દ્વારા જણાવાઇ રહ્યું છે. અન્ય ગુમ થયેલા જવાનોને શોધવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

હવામાન વિભાગે લેહ અને કાશ્મીરના બાકીનાં ભાગમાં આજે હિમસ્ખલનની ચેતવણી જાહેર કરી હતી. લોકોને આ વિસ્તારોમાં ન જવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે 10 માર્ચે કારગીલમાં હિમસ્ખલનમાં બે ભારતીય સૈનિકો બરફમાં દબાઇ ગયા હતા. એખ જવાનનો મૃતદેહ 3 દિવસ બાદ બરફની અંદરથી મળી આવ્યા હતા. 3 ફેબ્રુઆરીનાં રોજ સિયાચીનમાં થયેલા હિમસ્ખલનમાં 10 જવાનો શહીદ થયા હતા. જ્યારે હનુમાનથપ્પા નામનો એક જવાન બેભાનાવસ્થામાં મળી આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.

3 જાન્યુઆરી 2016નાં રોજ હિમાલયન રેન્જનાં લદ્દાખમાં આવેલા હિમસ્ખલનમાં આર્મીનાં 4 જવાનો શહિદ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે સિયાચીન અને લદ્દાખમાં આ પ્રકારની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. જો કે સિયાચીનમાં 10 જવાનો શહિદ થયા બાદ સિયાચીન અને લદ્દાખમાં સૈન્ય રાખવાની શી જરૂરીયાત છે તે અંગે પણ વિવાદો થયા હતા.

You might also like