યુપી કાંડમાં આવ્યો નવો વળાંક : દુષ્કર્મ પીડિતાએ નિવેદન ફેરવ્યું

નોએડા : સમગ્ર ઉત્તરપ્રદેશ સહિત દેશને શરમજનક પરિસ્થિતીમાં મુકનારા જેવર – બુલંદશહેર આઇવે ગેંગરેપ મુદ્દે હવે એક નવો જ વળાંક આવ્યો છે. જેના પગલે પોલીસ તપાસ દિશા બદલી ગઇ છે. ગ્રેટર નોએડાનાં જેવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામનેર ગામની પાસે બુધવારે રાત્રે ચાલુ કારે કારનાં ટાયરને પંચર કરીને લૂંટ અને ગેંગરેપની ઘટના સામે આવી હતી. પીડિતાએ પોતાનું નિવેદન ફેરવી નાખ્યું છે.

પીડિતાએ પોતાનાં હાલનાં નિવેદનમાં જણાવ્યું કે તે ગુનેગારોને નથી ઓળખતી. પીડિત મહિલાએ જણાવ્યું કે તેણે ગુસ્સામાં તેનું નામ લીધું હતું. પીડિતાએ આ ઘટના માટે પોલીસને જવાબદાર ઠેરવી છે. જો કે યુપી પોલીસ મહિલાનાં નિવેદનનાં આધારે કાલથી જ ત્રણ લોકોની અટકાયત કરી ચુકી છે અને તેની પુછપરછ પણ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જેવર – બુલંદ શહેર સ્ટેટ હાઇવે પર રામનેગ ગામ નજીક બુધવારે મોડી રાત્રે લગભગ 12.15 વાગ્યે એક પરિવારને બંધ બનાવીને બદમાશોએ ચાર મહિલાઓ સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. વિરોધ ઘરનાં મુખ્યવ્યક્તિએ વિરોધ કરતા તેને 3 ગોળીઓ ધરબી દઇને મારી નાખવામાં આવ્યો હતો. જેનાં કારણે યુપી સહિત સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો હતો.

You might also like