ભારતનાં ઇતિહાસમાં પહેલીવાર સુરેન્દ્ર કોહલીને 7 કેસમા ફાંસીની સજા

728_90

ગાજિયાબાદ : નોએડાનાં બહુચર્ચિત નિઠારી કાંડના સાતમાં કેસમાં સીબીઆઇની ખાસ કોર્ટે પણ સુરેન્દ્ર કોહલીને ફાંસીની સજા ફટકારી છે. બીઆઇના વરિષ્ઠ લોકઅભિયોજકજે.પી શર્માએ જણાવ્યું કે ભારતનાં ઇતિહાસમાં આ પહેલો એવો કિસ્સો છે જેમાં કોઇ દોષીતને અલગ અલગ કેસમાં સાત વખત ફાંસીની સજા ફટકારવામાં આવી ચુકી છે.

ખાસ કોર્ટનાં ન્યાયાધીશ પવનકુમાર તિવારીએ સુનવણીની ગત્ત તારીખે કોલીને દોષીત ઠેરવ્યા હતા. ત્યાર બાદ કડક સુરક્ષા વચ્ચે તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. બંન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નેને મોતની સજા ફટકારી હતી. જો કે સજા ફટકાર્યા બાદ કોહલીનાં ચહેરા પર ચિંતા સ્પષ્ટ જોઇ શકાઇ હતી.

કોહલીએ એક 11 વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અત્યાર સુધી આ કાંડ સંબંધિત 9 કેસ કોર્ટમાં અનિર્ણિત છે. જેનાં ચુકાદા આવવાનાં છે. સાત કિસ્સામાં ફાંસીની સજા ફટકારવામાં આવ્યા બાદ આજે પહેલીવાર સુરેન્દ્રએ પોતાનુ મૌન તોડ્યું હતું. તેણે કહ્યું કે તેની દલિલોને કોર્ટે સાંભળી નહોતી. માટે તેણે સજાના કાગળો પર હસ્તાક્ષર નહોતા કર્યા.

You might also like
728_90