એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે પણ પીડિત પરિવારની લીધી મુલાકાત

અમદાવાદ: એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે પણ પીડિત પરિવારની મુલાકાત લઇ સમગ્ર ઘટનાનો ચિતાર મેળવ્યો હતો. પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે અમે રાજનીતિ નથી કરી રહ્યા. અમે પરિવારને આશ્વાસન આપવા આવ્યા છીએ. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. આઝાદી પછી પણ ભારત દેશમાં અને ગુજરાતમાં દલીતોને અત્યાચાર સહન કરવો પડે છે.

એનસીપી દ્વારા પીડિતોને રૂપિયા બે લાખની સહાય આપવામાં આવશે. પ્રફુલ પટેલે ગુજરાતની અંદર જે રીતે અશાંતિનો માહોલ સર્જાયો છે તેમાં ગુજરાતના લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. સમઢિયાળા ખાતે પીડિતના પરિવારને મળ્યા બાદ તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીડિતોને પણ મળ્યા હતા.

એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ પણ સમ‌િઢયાળા ખાતે પહોંચી પીડિતોને મળ્યા હતા. બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પીડિત યુવકો સાથે મુલાકાત કરી હતી.

You might also like