વોડાફોન-આઈડિયા મર્જરના અવરોધો દૂરઃ NCLTની મંજૂરી

કોલકાતા: નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલે (એનસીએલટી) ટેલિકોમ કંપનીઓ વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરના મર્જરને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ દેશની સૌથી મોટી મોબાઇલ કંપની બનવાના માર્ગમાં જે અાખરી અવરોધ હતો તે હવે દૂર થઇ ગયો છે. અત્યારે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલ છે.

નવી કંપની લગભગ ૪૪ કરોડ સબસ્ક્રાઇબર સાથે શરૂઆત કરશે અને તેનો રેવન્યૂ માર્કેટ શેર ૩૪.૭ ટકા હશે. કંપનીની રેવન્યૂ ૬૦ હજાર કરોડથી વધુ હશે, પરંતુ તેના પર રૂ. ૧.૧૫ લાખ કરોડથી વધુ રકમનું સંયુક્ત દેવું પણ હશે.

દેશના ટેલિકોમ સેક્ટરમાં આ સૌથી મોટા મર્જર સાથે ત્રણ મોટી કંપનીઓ ભારતી એરટેલ, રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ અને વોડાફોન આઇડિયા રહેશે.

ટેલિકોમ માર્કેટમાં એક અબજથી વધુ સબસ્ક્રાઇબર માટે સ્પર્ધા થશે. આઇડિયાના માલિક આદિત્ય બિરલા ગ્રૂપના પ્રવક્તાએ એનસીએલટીની મંજૂરી મળી ગઇ હોવાનું જાહેર કર્યું હતું.

You might also like