NCLTએ જેપી ઇન્ફ્રાને દેવાળીયું જાહેર કર્યું : 32 હજાર લોકો ઘર વિહોણા

નવી દિલ્હી : નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (NCLT)ની અલ્હાબાદ બેન્ચે આઇડીબીઆઇ બેંકની અરજીનો સ્વિકાર કરતા જેપી ઇન્ફ્રાટેકને દેવાળીયા કંપનીઓની શ્રેણીમાં નાખી દીધું છે. 8365 કરોડ રૂપિયાનાં દેવામાં ફસાયેલી કંપનીને પોતાની આર્થિક સ્થિતી સુધારવા માટે 270 દિવસનો સમય આપવામાં આવશે. જો આ વચ્ચે કંપનીની આર્થિક પરિસ્થિતી નહી બદલે તો તેની સંપત્તી જપ્ત કરવામાં આવશે.

આ તે હજારો લોકો માટે પણ એક મોટો આંચકો છે જેમણે જેપી સમુહમાં રોકાણ કર્યું છે. નોએડા અને ગ્રેટર નોએડામાં કંપનીનાં લગભગ 32 હજારથી વધારે ફ્લેટ્સ નિર્માણાધીન છે. NCLTએ આઇડીબીઆઇ બેંકની તરફથી દાખલ દેવાળીયા જાહેર કરવાની અરજીનો જવાબ રજુ કરવા માટે 4 ઓગષ્ટ સુધીનો સમય આપ્યો હતો. આઇડીબીઆઇ બેંકે આ વર્ષે જુનમાં NCLTમાં આ અરજી દાખલ કરી હતી. કંપની પર પર માત્ર આઇડીબીઆઇ બેંકનાં જ 4 હજાર કરોડ રૂપિયા બાકી છે.

દિવાળીયા થયાનાં કાયદા અનુસાર કોઇ કંપનીને આ શ્રેણીમાં નાખતાની સાથે જ બોડીનાં ડાયરેક્ટર્સ સસ્પેન્ડ થઇ જાય છે. ટ્રીબ્યુનલ હવે દેવાળીયા સમાધાન પ્રોફેશનલ ( આ ઉદ્દેશ્ય માટે પસંદગી પામેલ 7 એકાઉન્ટિંગ ફર્મનાં અધિકારી)ની નિયુક્તિ કરશે. આ પ્રોફેશનલ જેપીનાં લોનદાતાઓ સાથે બેસશે અને કંપનીને લોનનાં મુદ્દે સમાધાન શોધશે.

You might also like