હવે નહીં લાગે ભણતરનો ભાર!, NCERTનો અભ્યાસક્રમ કરાશે અડધો: પ્રકાશ જાવડેકર

ન્યૂ દિલ્હીઃ શાળાનાં વિદ્યાર્થીઓને લઇને કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય એક મોટો નિ ર્ણય લેશે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે NCERTનાં અભ્યાસક્રમને અડધો કરવામાં આવશે અને સાથે જ શાળામાંથી વિદ્યાર્થીઓને હોમવર્ક ન આપવા માટે પણ નિયમ લાવવામાં આવશે.

જેને લઇને સરકાર ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં નો હોમવર્ક વિધેયક લાવશે. આ સાથે જ મદ્રાસ હાઇકોર્ટનાં ચુકાદા અંગે જાવડેકરે કહ્યું કે, કોર્ટનાં ચુકાદા પર અમે અધ્યયન કરી રહ્યાં છીએ. મદ્રાસ હાઇકોર્ટે કહ્યું હતું કે શાળાએ જતા વિદ્યાર્થીઓનાં દફ્તરનું વજન વિદ્યાર્થીનાં વજન કરતા 10 ટકાથી વધુ ન હોવું જોઇએ. કોર્ટે સરકારને એવી ટકોર કરી હતી કે આ મામલે યોગ્ય નિયમ બનાવવામાં આવે.

શિક્ષાની સાથે-સાથે એક બાળકને ફિઝિકલ એજ્યુકેશન અને મૂલ્યપરક શિક્ષાની આવશ્યકતા હોય છે. શિક્ષાનો અર્થ માત્ર યાદ કરવું અને ઉત્તર પુસ્તિકામાં લખવું એ જ જરૂરી નથી. શિક્ષા વ્યાપક છે. NCERTનો પાઠ્યક્રમ ઘણો જટિલ છે જેથી અમે આને ઘટાડીને અડધો કરવાનો નિર્ણય કરી લીધો છે.

You might also like