NBA સ્ટાર આન્દ્રેનો ડરઃ પુત્રી બાસ્કેટબોલ રમશે તો લેસ્બિયન બની જશે

લંડનઃ અેનબીઅે સ્ટાર આંદ્રે લ્ગુડાલા તેની છ વર્ષની પુત્રીને લઈને ચિંતીત છે. અેક અબજથી વધુની કમાણી કરનારા બાસ્કેટબોલના આ ખેલાડીઅે જણાવ્યું કે તે તેની પુત્રીને બાસ્કેટબોલ રમવા નહિ દે, કારણકે જો તે બાસ્કેટ બોલ રમશે તો તે લેસ્બિયન બની જશે. જોકે આ વાતને લઈને તેની પૂ‍ર્વ ગર્લફ્રેન્ડ (બાળકીની માતા) કલયાન્ના વર્દને વિરોધ કર્યો છે.
બર્દને જણાવ્યું કે આંદ્રે તેની પુત્રી સ્કૂલમાં બાસ્કેટબોલ રમે તેની વિરોધમાં છે. અમારી પુત્રીનો આઈકયુ સારો છે તેમજ તે ભણવામાં પણ ઘણી સારી છે. તેને ભણાવવામાં દર મહિને ૩૯ લાખનો ખર્ચ આપવો જોઈઅે.

હાલ આંદ્રે માત્ર ૧૦ લાખ રૂપિયા આપે છે અને તેથી તે ટયૂશન પણ આપી શકતી નથી. આંદ્રેઅે નાતાલમાં અમને બોલાવ્યા નહોતા કે તે પણ અમારી પાસે આવ્યો ન હતો. આંદ્રેની કમાણી વર્ષે ૧૦૦ કરોડથી વધુ છે. તેણે ૨૦૧૫માં ક્રિસ્ટીના નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નજીવન દરમિયાન અેક પુત્રનો જન્મ થયો હતાે. જ્યારે પૂર્વ ગર્લફ્રેન્ડ બર્દન સાથેના સંબંધોથી પણ અેક પુત્રીનો જન્મ થયો હતો. અને આંદ્રેને એવી ચિંતા છે કે તેની પુત્રી બાસ્કેટબોલ રમશે તો તે લેસ્બિયન બની જશે.

You might also like