નાઝીકાળમાં બચેલી મહિલાઓ વચ્ચે યોજાઈ સૌંદર્ય સ્પર્ધા

જર્મનીમાં હિટલરનો સમય નાઝીકાળ કહેવાતો. હિટલરને જેણે નજરે જોયો છે એવા લોકો અાજે સાવ વૃદ્ધ હોય તે સ્વભાવિક છે. હિટલરના એક ક્રૂર સમયને ભુલી શકે એ માટે વૃદ્ધ મહિલાઓ વચ્ચે એક બ્યુટી કોન્ટેસ્ટ યોજવામાં અાવી.

છેલ્લા ત્રણ વર્ષથી અાવી સૌંદર્ય સ્પર્ધા યોજાય છે જેમાં વૃદ્ધ મહિલાઓ મેકઅપ અને હેરસ્ટાઈલ કરીને લાકડી સાથે રેમ્પવોક કરે છે. અા વર્ષે અા સ્પર્ધામાં ૧૩ મહિલાઓએ ભાગ લીધો હતો. અા ઈવેન્ટને સોશિયલ મીડિયામાં કેટલાકે વખાણી છે તો કેટલાકે દુખ-દર્દની મજાક ઉડાવવાની વાત કરીને તેનો વિરોધ પણ કર્યો છે.

You might also like