ઝારખંડમાં નક્સલીઓએ પોલીસ વાન પર કર્યો હુમલો, 4 જવાન શહીદ, 6 ઘાયલ

પલામૂ: ઝારખંડના પલામૂમાં માઓવાદીઓએ ફરી એકવાર પોલીસને પોતાનો ટાર્ગેટ બનાવી છે. છતરપુર પોલીસ ક્ષેત્રના કાલાપહાડ વિસ્તારમાં નક્સલીઓએ લેંડ માઇન્સ વિસ્ફોટ કરીને પોલીસની ગાડીને ઉડાવી દીધી. તેમાં 4 જવાન શહીદ થઇ ગયા છે જ્યારે અન્ય છ જવાન ઘાયલ થયા હોવાની સૂચના છે. ઘટના કસિયાર પાસે સર્જાઇ હતી.

નક્સલીઓના હુમલાનો શિકાર થયેલા પોલીસના જવાન હુસૈનાબાદ પોલીસ મથકમાં તૈનાત હતા અને નક્સલીઓ વિરૂદ્ધ એક અભિયાનથી પરત ફરી રહ્યાં હતા. હુમલાના સમયે પોલીસ વાનમાં 15 જવાન સવાર હતા. હુસૈનાબાદ પોલીસ પ્રભારી રાજેશ પ્રસાદ રજક આ હુમલામાં માંડ-માંડ બચી ગયા છે.

You might also like