હવે ડ્રોન અને રડાર દ્વારા રોકવામાં આવશે નક્સલી હુમલો

નવી દિલ્હીઃ કેન્દ્રએ છત્તીસગઠમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં રસ્તા નિર્માણને પડકાર તરીકે પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં નક્સલિયોની દખલને રોકવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાની ઓપચારિક મંજૂરી આપી દીધી છે. આ સિવાય સરકાર અનેક અત્યઆધુનિક આકાશ દ્વારા ધ્યાન રાખી શકાય તેવા ઉપકરણો ખરીદવાની તૈયારી કરી રહી છે. જેનાથી ગાઢ જંગલોમાં થનારી ગતિવિધીઓ અંગે જાણી શકાય તેવું રડાર પણ શામેલ છે. આ રડાર દરેક પ્રકારની ગતિવીધીના ફોટોગ્રાફ્સ પાડી શકે તેમ છે.

નક્સલીઓ ગાઢ જંગલોમાં જ છુપાયેલા હોય છે. ડ્રોન દ્વારા રસ્તાની આસાપાસ નક્સલિયોની હરકત અંગે જાણીને તેને રોકવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. આ અંગે કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે ગૃહ સચિવ રાજીવ મહર્ષિ સાથે ડ્રોનનો ખર્ચ અને તેના આધાર પર કરવામાં આવનારી સૈન્ય કાર્યવાહી સહિત તમામ બાબતો અંગે રિપોર્ટ આપવાનું જણાવવા કહ્યું છે.  ઉલ્લખનિય છે કે સુરક્ષા દળની મદદથી 44 ટકા જિલ્લાઓના અંતરિયાળ વિસ્તાર5412 કિલોમીટર લાંબો રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ગૃહમંત્રીએ એ વાતનું કારણ જાણવા અંગે પણ જણાવ્યું છે કે આખરે કેન્દ્રિય રિઝર્વ પોલીસ દળ પર જ વારંવાર નક્સલી હુમલો કેમ થાય છે.

નક્સલ વિરોધી અભિયાનમાં બીએસએફ, આઇટીબીપી અને એસએસબી પણ તૈનાત હોય છે. આઠ મેના રોજ યોજાનારી હિંસા પરની બેઠકમાં નક્સલિયો વિરૂદ્ધ આક્રમક વલણ અખતિયાર કરવાની દિશામાં આ મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે. આ મામલે આઠમેએ 10 નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક યોજાશે. જેમાં 35 પ્રભાવિત જિલ્લાના જિલ્લાધીશ અને અર્ધસૈનિક દળના મહાનિદેશક પણ ભાગ લેશે. ગૃહપ્રધાન રાજનાથ સિંહે નકસલ મામલે સલાહકાર વિજય કુમારને છત્તીસગઢમાં જ કેમ્પ રાખવાનું જણાવ્યું છે.

http://sambhaavnews.com/

You might also like