વર્ષ ૧૯૯૯માં અાવેલી ફિલ્મ ‘સરફરોશ’થી જુનિયર કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરનાર નવાઝુદ્દીન સિિદ્દકીએ એક વાત સિદ્ધ કરી દીધી છે કે જો તમારામાં પ્રતિભાની સાથે દૃઢતા પણ હોય તો અશક્યને પણ શક્ય બનાવી શકાય છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જેવા કેટલાય અન્ય અાંતરરાષ્ટ્રીય સમારંભમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલો નવાઝુદ્દીન ‘ટીઈ૩એન’ તથા ‘રઈશ’ ફિલ્મને લઈને ચર્ચામાં છે.
નવાઝુદ્દીનને લઈને ફિલ્મકારોનાં મંતવ્ય બદલાયાં છે. અા અંગે વાત કરતાં નવાઝુદ્દીન કહે છે કે હું તો એ જ છું, પરંતુ હવે ફિલ્મકારોને લાગવા લાગ્યું છે કે હું એક સારો અભિનેતા છું. હવે કેટલાક ફિલ્મકારો મને ધ્યાનમાં રાખીને પાત્ર કે કહાણી લખે છે. અા ઉપરાંત છેલ્લાં ચાર-પાંચ વર્ષ દરમિયાન ડિરેક્ટર્સનો જે નવો પાક અાવ્યો છે તે વાસ્તવિક્તા સાથે જોડાયેલ છે. તેઓ ફિલ્મકારની કહાણી અને ચરિત્રની માગ અનુસાર કલાકારો શોધે છે. લોકોનાે મારામાં વિશ્વાસ વધી ગયો છે.
નવાઝુદ્દીનને ત્રણેય ખાન સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. તે કહે છે કે અાની પાછળનું કારણ શું છે તેની તો મને જાણ નથી, પરંતુ હું એટલું જાણું છું કે ત્રણેય ખાન ખૂબ જ વિશાળ હૃદય ધરાવે છે અને શ્રેષ્ઠ કલાકાર છે. મેં કોઈ પણ ફિલ્મ અા લોકોનું નામ જોઈને પસંદ કરી નથી.
(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લે વેચ કરતા યુવકનું અપહરણ કર્યા બાદ ૩૧ કલાક…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા…
(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ક્ષેત્રમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી.…