લોકોનો મારામાં વિશ્વાસ વધ્યોઃ નવાઝુદ્દીન

વર્ષ ૧૯૯૯માં અાવેલી ફિલ્મ ‘સરફરોશ’થી જુનિયર કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરનાર નવાઝુદ્દીન સિ‌િદ્દકીએ એક વાત સિદ્ધ કરી દીધી છે કે જો તમારામાં પ્રતિભાની સાથે દૃઢતા પણ હોય તો અશક્યને પણ શક્ય બનાવી શકાય છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જેવા કેટલાય અન્ય અાંતરરાષ્ટ્રીય સમારંભમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલો નવાઝુદ્દીન ‘ટીઈ૩એન’ તથા ‘રઈશ’ ફિલ્મને લઈને ચર્ચામાં છે.

નવાઝુદ્દીનને લઈને ફિલ્મકારોનાં મંતવ્ય બદલાયાં છે. અા અંગે વાત કરતાં નવાઝુદ્દીન કહે છે કે હું તો એ જ છું, પરંતુ હવે ફિલ્મકારોને લાગવા લાગ્યું છે કે હું એક સારો અભિનેતા છું. હવે કેટલાક ફિલ્મકારો મને ધ્યાનમાં રાખીને પાત્ર કે કહાણી લખે છે. અા ઉપરાંત છેલ્લાં ચાર-પાંચ વર્ષ દરમિયાન ડિરેક્ટર્સનો જે નવો પાક અાવ્યો છે તે વાસ્તવિક્તા સાથે જોડાયેલ છે. તેઓ ફિલ્મકારની કહાણી અને ચરિત્રની માગ અનુસાર કલાકારો શોધે છે. લોકોનાે મારામાં વિશ્વાસ વધી ગયો છે.
નવાઝુદ્દીનને ત્રણેય ખાન સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. તે કહે છે કે અાની પાછળનું કારણ શું છે તેની તો મને જાણ નથી, પરંતુ હું એટલું જાણું છું કે ત્રણેય ખાન ખૂબ જ વિશાળ હૃદય ધરાવે છે અને શ્રેષ્ઠ કલાકાર છે. મેં કોઈ પણ ફિલ્મ અા લોકોનું નામ જોઈને પસંદ કરી નથી.

You might also like