NSGમાં ભારતની એન્ટ્રી રોકવા માટે નવાઝ શરીફે 17 દેશોને લખ્યા હતા પત્ર

ઇસ્લામાબાદ: આખરે પાકિસ્તાને સ્વિકારી લીધું કે તેણે એનએસજીમાં ભારતની એન્ટ્રી રોકવા માટે આડી ખીલી લગાવી હતી. વિદેશી મામલા પર પાક વડાપ્રધાન નવાઝ  શરીફના સલાહકાર સરતાજ અઝીઝે આ વાતની પુષ્ટિ કરી.

અજીજે એડીટરોના સમૂહોને જણાવ્યું કે નવાજ શરીફે ભારતને એનએસજીના સભ્ય બનતાં રોકવા માટે 17 દેશોના વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. જો કે હજુ સુધી અઝીઝ આ 17 દેશોના નામ જણાવ્યા નથી. અજીજે એ પણ કહ્યું કે તેમનો દેશ ભારત સાથે ભારતની શરતો પર વાત કરશે નહી.

સરતાજ અઝીઝે સિઓલમાં 48 દેશોની બેઠક યોજાતાં પહેલાં પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાને એનએસજીમાં જવાના ભારતના પ્રયત્નોને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા હતા. અજીજે રીતસર પાકિસ્તાનની સીનેટમાં આ દાવો કર્યો હતો.

ભારતની આશાઓ પણ બાકી છે
આમ તો, ભારતના એનએસજીનો એક પૂર્ણ સભ્ય બનવાની આશા ખતમ થઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે ચીનના વિરોધ છતાં આ વર્ષના અંત સુધીમાં સિઓલમાં એનએસજીનું વિશેષ સત્ર થશે, જેમાં ભારતની સદસ્યતાને લઇને ફેંસલો થઇ શકે છે.

You might also like