નવાઝ શરીફે ભારતીય ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવ્યો

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે તેમના દેશમાં ભારતીય ફિલ્મોને લીલી ઝંડી આપી દીધી છે. પાકિસ્તાની મીડિયા મુજબ, ઈમ્પોર્ટ અને સર્ટિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થવા પર કાબિલ ૩ ફેબ્રુઆરી અને રઈસ ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થઇ શકે છે.

સરકારે સૂચના મંત્રાલયને એક નિવેદન રજૂ કરી કહ્યું કે, અમે ભારત સહિત બધી ઇન્ટરનેશનલ ફિલ્મોને રિલીઝ કરવા એક પોલીસી જારી કરી રહ્યા છીએ. પ્રાપ્ત માહિતી મુજબ, સૂચના મંત્રી મરિયમ ઔરંગજેબના સૂચન અને રિપોર્ટના આધાર પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં સિનેમાઘરોના માલિકોએ આ નિર્ણય લીધો હતો કે, જ્યાં સુધી ભારત-પાકિસ્તાનની વચ્ચે તકરાર રોકાવાનું નામ લેતી નથી, ત્યાં સુધી ત્યાંના સિનેમાઘરોમાં ભારતીય ફિલ્મો જોવા મળશે નહિ.

તેમણે આ નિર્ણય ભારતીય ફિલ્મ નિર્માતાઓના સૌથી મોટા સંગઠન ‘ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA) ના આ નિર્ણય પછી લેવામાં આવ્યો જેના મુજબ, પાકિસ્તાની કલાકાર હિન્દી ફિલ્મોમાં કામ કરી શકતા નથી.

You might also like