પોતાનાં વિરૂદ્ધ ચાલી રહેલ મામલાઓનો સામનો કરવા પાકિસ્તાન પરત ફરશે નવાઝ શરીફ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પોતાનાં વિરૂદ્ધ ચાલી રહેલ મામલાઓનો સામનો કરવા માટે આ શુક્રવારે પાકિસ્તાન પરત ફરી શકે છે. નવાઝ શરીફ કેટલાંક દિવસોથી પોતાંની બીમાર પત્ની સાથે લંડનમાં હયાત છે.

8 સપ્ટેમ્બરે લંડનથી પાકિસ્તાન પરત ફરી શકે છે નવાઝ શરીફ

પનામા પેપર મામલે 28 જુલાઇનાં રોજ પાકિસ્તાનની ઉચ્ચ કોર્ટે એમને અયોગ્ય જાહેર કરી દીધા હતાં. એમની પત્ની કુલસુમ લાહોરની એનએ-120 સીટથી ચૂંટણી લડી રહી છે, કે જે નવાઝ શરીફનાં અયોગ્ય જાહેર કરાયાં બાદ ખાલી થઇ ગઇ છે. ગયા અઢવાડિયે શરીફ પોતાની પત્નીને મળવા લંડન ગયા હતાં કે જેની ગળાની સફળ સર્જરી કરવામાં આવી હતી.

પાકિસ્તાન મુસ્લિમ લીગનાં રાજનૈતિક સચિવ સીનેટર આસિફ કિરમાનીએ જણાવ્યું કે નવાઝ શરીફ 8 સપ્ટેમ્બરે લંડનથી પાકિસ્તાન પરત ફરી શકે છે. કિરમાનીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, “નવાઝ શરીફ કોર્ટમાં માત્ર પોતાનાં વિરૂદ્ધ ચાલી રહેલ મામલાઓનો જ સામનો કરશે એવું જ નહીં પરંતુ સાથે ખૈબર પખ્તુન્ક્વા પ્રાંતથી પોતાનાં જનસંપર્ક અભિયાનનાં બીજા ચરણની શરૂઆત પણ કરશે.”

You might also like