મુંબઇ પર પાકિસ્તાની આંતકીઓએ કર્યો હતો હુમલો: નવાઝ શરીફ

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે પોતાના પદ પરથી હટ્યા પછી લગભગ 9 મહિના બાદ મુંબઇ એટેક પર મોટું નિવેદન આપ્યું છે. તેઓએ પાકિસ્તાની અખબાર ‘ધ ડૉન’માં આપેલા એક ઇન્ટરવ્યૂ અનુસાર, શું આપણે આંતકીઓને સીમ પાર જવા દેવા જોઇએ એને મુંબઇમાં 150 લોકોને મારવા દેવા જોઇએ” શરીફને પનામા પેપર કેસમાં સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 28 જુલાઈએ દોષી કરાર કર્યા હતા. ત્યારબાદ તેમને પોતાનું પદ છોડવું પડ્યું હતું. પાકિસ્તાન આ વાતને નકારતું રહ્યું છે કે 2008 મુંબઈ હુમલામાં તેમની કોઈ ભૂમિકા છે. ભારત દ્વારા ડોઝિયર અને મજબૂત પુરાવા આપ્યા બાદ પણ ત્યાંની સરકારે કોઈ યોગ્ય પગલા નથી ઉઠાવ્યા.

પાકિસ્તાનમાં હજુ પણ આંતકી સંગઠન મજબૂત:

‘ધ ડૉન’ આપેલા એક ઇન્ટવ્યૂમાં નવાબ શરીફે કહ્યુ કે,” પાકિસ્તાનમાં હજુ પણ આંતકી સંગઠન સક્રિય છે.  શું આપણે તેમને સીમા પાર કરી મુંબઈમાં ઘૂસી 150 લોકોને મારવાનો આદેશ આપી શકીએ છીએ? શું મને આ વાતનો કોઈ જવાબ આપશે? આપણે તો કેસ પણ સરખી રીતે નથી ચાલવા દેતા.” ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને 26/11ના મુંબઇ હુમલાની રજૂઆત કરનારી મુખ્ય વકિલ ચૌધરી અઝહરને હટાવી દીધા હતા.

નવાઝ શરીફે આગળ કહ્યુ કે, ”જો તમે કોઇ દેશ ચલાવી રહ્યા છો તો તેની સાથે 2-3 સમાંતર સરકારો ના ચાલી શકે. તેને બંધ કરવી પડશે. તમે બંધારણીય રીતે માત્ર એક જ સરકાર ચલાવી શકો છો. ”

અમારા પોતાના લોકોએ જ મને બહાર કરી દીધો

નવાઝ શરીફે આગળ કહ્યુ કે, ”મને મારા પોતાના લોકોએ જ સત્તા પરથી ઉતારી દીધો. અનેક વાર સમજૂતી કર્યા બાદ પણ મારા વિચારોનો સ્વીકાર ન કરવામાં આવ્યો. અફઘાનિસ્તાનની વિચારધારાને માની લેવામાં આવે છે, પરંતુ અમારી નહીં.” જોકે, નવાઝ એ વાતને નકારે છે કે નિષ્ફળ રહેવાના કારણે તેમને પદ પરથી હટવું પડ્યું.

તેમનું કહેવું છે કે, ”દેશમાં બંધારણ સૌથી ઉપર છે. બીજો કોઈ રસ્તો નથી. અમે એક તાનાશાહ (પરવેજ મુશર્રફ) પર કેસ ચલાવી દીધો. આવું પાકિસ્તાનમાં પહેલા ક્યારેય જોવા નથી મળ્યું.”

ક્યારે થયો હતો મુંબઇ આતંકી હુમલો?

26 નવેમ્બર 2008ના લશ્કર-ઇ-તૌયબાના 10 આંતકવાદી મુંબઇની તાજ હોટલમાં ધૂસી ગયા અને 4 દિવસો સુધી ત્યાં રહ્યા અને શહેરના 7 શહેરોમાં ફાયરિંગ કર્યુ હતુ..આ હુમલામાં લગભગ 166 લોકો માર્યા ગયા હતા, જ્યારે 300 લોકો ઘાયલ થયા હતા.

You might also like