કાશ્મીરમાં જેહાદ ફેલાવવા માટે નવાઝે ઓસામા પાસેથી લીધા હતા 1.5 અરબઃ તહરીક- એ-ઇન્સાફ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. હાલમાં જ તેમની પર પનામા કેસને લઇને આરોપ લાગ્યા છે. ત્યારે હવે એક નવો મામલો સામે આવ્યો છે. ઇમરાન ખાનની પાર્ટી તહરીક- એ- ઇન્સાફે આરોપ લગાવ્યો છે કે નવાઝ શરીફે અલકાયદા મુખિયા ઓસામા બિન લાદેન પાસેથી પૈસા લીધા છે. જેનો ઉપયોગ જેહાદના નામ પર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ નવાઝે તે પૈસાનો ઉપયોગ વર્ષ 1989માં તત્કાલીન બેનજીર ભુટ્ટો સરકાર વિરૂદ્ધ ઉપયોગ કર્યો હતો.

ઇન્ટરવ્યૂ અને પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે નવાઝ શરીફે લાદેન પાસેથી લગભગ 1.5 અરબ રૂપિયાની મદદ લીધી હતી. જેનો ઉપયોગ તેમણે કાશ્મીર અને અફઘાનિસ્તાનના વિસ્તારોમાં જેહાદ ફેલાવવા માટે કર્યો હતો. તહરીક-એ-ઇન્સાફે આ આરોપ કેટલાક ઇન્ટરવ્યૂ અને પુસ્તકોને આધારે લગાવ્યો છે. જેમાં 1980ની પાકિસ્તાનની રાજનીતિનો એક નવો ઇતિહાસ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ તહરીક-એ-ઇન્સાફ આ મુદ્દાને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. પાર્ટીએ કહ્યું છે કે તેમણે ખાલિદ ખ્વાજાઃ શહીદ-એ-અમનના આધારે આ આરોપ લગાવ્યો છે.

http://sambhaavnews.com/

You might also like