નવાઝનો નવો કાશ્મીરી શૂર, બોલાવી સંસદ સભા

પાકિસ્તાન:  હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીના મૃત્યુ પછી પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને ઉઠાવવાનો એક પણ મોકો છોડવા માંગતો નથી. એટલા માટે ભારતના અધિકાર ક્ષેત્રમાં આવનારા કાશ્મીર પર ચર્ચા કરવા માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફએ સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું છે. પાકિસ્તાની ઇતિહાસમાં પહેલી વખત આવું થયું છે જ્યારે ભારતના કાશ્મીર મુદ્દાને લઇને સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યું છે.

બીજી બાજુ ભારતના આકરા પ્રહારો બાદ પણ પાકિસ્તાનએ સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરમાં થયેલી હિંસાની પારદર્શી અને સ્વતંત્ર તપાસની માંગણી કરી છે. પાકિસ્તાનએ કહ્યું કે કાશ્મીરમાં પરિસ્થિતિ શાંતિ અને સુરક્ષા માટે એક ગંભીર જોખમ છે. યુએનમાં પાકિસ્તાનના રાજદૂત મલીહા લોધીએ બાનની મૂનના અન્ડર સેક્રેટરી એડમેન્ડ મુલેટ સાથે મુલાકાત કરી અને તપાસ માટે જોર કર્યું છે.

પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફએ મંગળવારે બ્લેક ડે મનાવવા માટેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા માર્યા ગયેલા લોકોની વિરુદ્ધ પાકિસ્તાનામાં બ્લેક ડે મનાવવામાં આવશે. આ પહેલા હિઝબુલ કમાન્ડરના મૃત્યુ પછી પાકિસ્તાની પીએમએ તેને ભારતીય સેનાની ખોટી કર્યવાહીનો કરાર આપ્યો છે.

You might also like