પઠાણકોટ: તપાસમાં પુરતો સહયોગ આપવાનો શર્રીફનો મોદીને સધિયારો

નવી દિલ્હી : પાકિસ્તાની વડપ્રધાન નવાઝ શરીફે મંગળવારે સાંજે મોદીને ફોન કરીને પઠાણકોટ આતંકવાદી હૂમલાની તપાસમાં સંપુર્ણ સહકાર આપવાનું વચન આપ્યું હતું. શ્રીલંકાની યાત્રાએ ગયેલા નવાઝ શરીફે વડાપ્રધાન મોદીને કોલંબો ખાતેથી જ મંગળવારે બપોરે સાડાત્રણ વાગ્યે ફોન કર્યો હતો. બંન્ને દેશોનાં વડાપ્રધાન વચ્ચે લગભગ 15 મિનિટ સુધી વાતચીત ચાલી હતી. શરીફે પઠાણકોટ હૂમલાની નિંદા કરી હતી અને મોદીને દિલાસોજી આપતા જણાવ્યું કે આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં પાકિસ્તાન સતત ભારતની સાથે ઉભું છે.
વડાપ્રધાન મોદીએ પણ પઠાણકોટમાં ચાલ દિવસથી ચાલી રહેલા આતંકવાદી ઘર્ષણ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉ અજીત ડોભાલે પણ પાકિસ્તાની સમકક્ષ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને આતંકવાદીઓ અંગેના પુરાવા આપીને કહ્યું હતું કે આના પર પ્રમાણિક કાર્યવાહી થવી જોઇએ.
ભારત પાસેથી જાણકારી મળ્યા બાદ પાકિસ્તાને એક વક્તવ્ય બહાર પાડીને કહ્યું કે તેણે કામ પણ ચાલુ કરવાનું ચાલુ કરી દીધું છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે એક વક્તવ્યમાં કહ્યું હતું કે પાકિસ્તાન સરકાર ભારત સાથે સતત સંપર્કમાં છે અને ત્યાંથી આપવામાં આવેલ લીડ્સ પર સતત તપાસ પણ કરવામાં આવી રહી છે.

You might also like