હાર્ટ સર્જરી પહેલાં નવાજ શરીફે મોદીને ફોન કર્યો

નવી દિલ્હી: બ્રિટનની એક હોસ્પિટલમાં આજે પાકિસ્તાનના વડા પ્રધાન નવાજ શરીફની ઓપન હાર્ટ સર્જરી થવાની છે ત્યારે આ સર્જરી પહેલાં પાક.ના વડા પ્રધાન શરીફે ગઈ કાલે ભારતના વડા પ્રધાનને આ અંગે ફોન કર્યો હતો. જેના જવાબમાં મોદીએ શરીફને ફોન પર જલદીથી સ્વસ્થ થઈ જવાની શુભકામના પાઠવી હતી. બંને વડા પ્રધાનો વચ્ચે થોડી વાતચીત થઈ હતી.

વડા પ્રધાન મોદીએ નવાજ શરીફના ફોન બાદ તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જવાની કામના વ્યકત કરી હતી. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવકતા વિકાસ સ્વરૂપે ટિવટ કર્યું હતું કે પીએમ મોદીએ શરીફની સર્જરી પહેલાં આ પ્રકારનો ફોન કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શરીફની ઓપન હાર્ટ સર્જરી અંગેની જાણકારી તેમની પુત્રી મરિયમ નવાજે ટિવટ કરીને આપી હતી. તેમાં તેણે જણાવ્યું હતું કે મંગળવારે પાકિસ્તાનના વડા પ્રધાન શરીફની ઓપન હાર્ટ સર્જરી થવાની છે. તેમાં દવાઓ સાથે દુઆઓ વધુ અસરકારક રહે છે. તેના પિતા માટે લાખો લોકો દુઆ માગશે અને તેઓ જલદીથી સાજા થઈ જાય તેવી અલ્લાની મહેરબાનીથી તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જશે તેમ જણાવ્યું હતું.

You might also like