નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફની મુલાકાતનાં પાક. મીડિયાનાં દાવા

નવી દિલ્હી : કુલભૂષણ જાધવનાં મુદ્દે સતત વધી રહેલા તણાવનાં પગેલ પાકિસ્તાન હવે ભારત પર વાતચીતનું પ્રેશર બનાવવાનાં પ્રયાસો કરી રહ્યું છે. જો કે ભારતમાં હાલની પરિસ્થિતીમાં વાતચીતની સંભાવનાં નથી જોવા મળી રહી. પાકિસ્તાની મીડિયામાં એવા સમાચાર આવી રહ્યા છે કે જૂનમાં ભારત અને પાકિસ્તાનનાં વડાપ્રધાન શંધાઇ સહયોગ સંગઠનની બેઠક માટે કજાકિસ્તાનનાં અસ્તાનામાં સામ સામે થશે તો અલગથી મુલાકાત કરીને સરપ્રાઇઝ આપી શકે છે.

શંઘાઇ સહયોગ સંગઠનમાં રશિયા, ચીન અને મધ્ય એશિયન દેશો છે.આ સંગઠનમાં પહેલીવાર ભારત અને પાકિસ્તાનને પુર્ણ સભ્યપદ આપવાની તૈયારી છે. રિપોર્ટમાં રાજનયિક સુત્રોનો હવાલો ટાંકતા કહેવાયું કે સંગઠનથી તાકાતવાન દેશ (રશિયા અને ચીન) ભારત અને પાકિસ્તાન અંગે વાતચીત માટે દબાણ કરી રહ્યા છે. યહા રાજનયિક સુત્રોએ આ પ્રકારનાં રિપોર્ટસને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતમાં ત્રીજા પક્ષની ભુમિકા શક્ય નથી. જુનમાં અસ્તાનામાં શું થસે તે અંગે પણ ખોટો પ્રચાર થઇ શકે છે.

ભારતે હાલમાં જ સંકેત આપ્યા છે કે તેઓ કોઇ દબાણમાં નથી. જાધવને કેસ સામે હોવા છતા બંન્ને દેશો વચ્ચે સમુદ્રી સુરક્ષા માટે 17 એપ્રીલે પ્રસ્તાવીત મીટિંગ ટાળી દેવામાં આવી છે. ભઆરત કહેતું રહ્યું છેકે જ્યા સુધી માહોલ આતંકવાદ અને હિંસા મુક્ત ન હોય વાતચીત શક્ય નથી.

You might also like