રાવલપિંડી: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમની લાહોરના એરપોર્ટ પરથી ગઈકાલે ધરપકડ થઇ હતી. ત્યારબાદ આ બંને પિતા અને પુત્રીને લાહોરથી રાવલપિંડીની અદિયાલા જેલમાં લઇ જવામાં આવ્યા હતાં. અને આ બંનેએ પહેલી રાત જેલમાં વિતાવી હતી. ભ્રષ્ટાચારના કેસમાં નવાઝ શરીફને ૧૦ વર્ષ અને મરિયમને સાત વર્ષની જેલની સજા થઇ છે તેથી હવે આ કેસમાં આજે તેઓને કોર્ટમાં રજૂ કરવામા આવશે.
પાકિસ્તાનના અખબાર ડોનએ ગૃહ મંત્રાલયનાં સૂત્રોનાં અહેવાલથી લખ્યું કે નવાઝ શરીફ પૂર્વ સાંસદ હોવાથી યોગ્ય સુવિધાવાળી જેલમાં રાખવામાં આવશે. પરંતુ જો મરિયમ જેલમાં લક્ઝરી સેવાઓ ઈચ્છે છે તો તેને પહેલાં એ સાબિત કરવું પડશે કે તે વર્ષે છ લાખ કે તેનાથી વધુ ઈન્કમટેક્સ ભરે છે.
બીજી જેલમાં પિતા અને પુત્રીને અલગ અલગ સેલમાં રાખવામાં આવ્યાં છે. તેમને સુવા માટે એક એક બેડ, ગાદલાં અને ધાબળો આપવામા આવશે. તેમજ બંને દરરોજ વિવિધ અખબારો અને પુસ્તક આપવામાં આવશે. આ ઉપરાંત બંનેને ૨૧ ઈંચનું ટીવી (કેબલ કનેકશન સાથે) એક ટેબલ, ખુરશી પણ આપવામાં આવશે.
જોકે જેલમાં આ બંનેને તેમના ઘરની પથારી અને કપડાનો ઉપયોગ કરવાની પણ સુવિધા આપવામા આવશે. તેમજ ઘરનાં ભોજનની પણ છુટ આપવામાં આવી છે.દરમિયાન આ બંનેની જેલમાં જ મેડિકલ તપાસ કરવામાં આવશે.
આ અગાઉ અબુધાબી એરપોર્ટ પર મીડિયાને સંબોધતા પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે કહ્યું કે, હું તે જ કરી રહ્યો છું જે મારે કરવું જોઈએ, હું આપણાં સંઘર્ષને આગળ લઈ જઈ રહ્યો છું. હું પાકિસ્તાન જઈ રહ્યો છું પરંતુ હવે ચૂંટણીની શું વિશ્વસનીયતા વધે છે.
ચૂંટણી પરિણામ પર કોણ વિશ્વાસ રાખશે.૧૯૭૦-૮૦ ના દશકામાં જનરલ મોહમ્મદ જિયા ઉલ હકના સેનાના શાસન દરમિયાન આ ઘટના બની હતી. પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની દીકરી મરિયમ નવાઝને ભ્રષ્ટાચારમાં દોષિત ગણાવ્યાં હતાં. કોર્ટે નવાઝ શરીફને એવનફિલ્ડ રેફરન્સ કેસમાં કોર્ટે ૧૦ વર્ષની સજા સંભળાવી છે. તો દીકરી મરિયમને સાત વર્ષની સજા સંભળાવી છે.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે આજે ગાંધીનગર વિધાનસભાને ઘેરાવ કરવા માટે નીકળેલા સેંકડો…
(એજન્સી) નવી દિલ્હી: સિયોલમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયાના સૌથી મોટા ‘શાંતિ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યાં છે. દુનિયાભરના એક…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દી માટે અલગ આઇસોલેશન વોર્ડ ન હોવા છતાં ફક્ત કમાણી કરવાના…
અમદાવાદ: એસટીના કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે પણ ચાલુ રહેતા મુસાફરો હલાકીમાં મુકાયા હતા. સરકારે ખાનગી બસોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ર૪૦ નવા-જૂના બગીચાની જાળવણી માટે નવેસરથી ક્વાયત આરંભાઇ છે. હાલના તંત્ર હસ્તકના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની હાઉસિંગ બોર્ડ હસ્તકની હજારો એકર જમીનમાં ઊભા કરાયેલાં મકાનોનું રી ડેવલપમેન્ટ થઇ શકશે. ૭પ…